ફેન્સની આતુરતાનો આવ્યો અંત…:સોશિયલ મીડિયામાં રિલીઝ ડેટની જાહેરાત કરી, અગાઉ 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી
ફેન્સ જે ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ફિલ્મ 'પુષ્પા 2' ની રિલીઝ ડેટ આખરે જાહેર થઈ ગઈ છે. આ ફિલ્મ 6 ડિસેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. મેકર્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી છે. આ ફિલ્મ પહેલાં 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવવાની હતી. તો બીજી તરફ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફારનું કારણ પણ જણાવ્યું છે. નિર્માતાઓએ કહ્યું કે તેઓ ફિલ્મની ક્વોલિટી સામે કોઈ બાંધછોડ કરવા માગતા નથી, તેથી આ નિર્ણય લીધો છે. 'પુષ્પા 2'ની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ફિલ્મના ગીતો અને ટીઝરને 100 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. હાલમાં જ રિલીઝ થયેલા ફિલ્મના બે ગીતો 'પુષ્પા પુષ્પા' અને 'અંગારોં' યુટ્યુબ પર હિટ થયા હતા. ફિલ્મને 30 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે
રિલીઝ ડેટમાં ફેરફારથી પણ ફિલ્મને મોટું નુકસાન થઈ શકે છે. 15મી ઓગસ્ટે રાષ્ટ્રીય રજા છે. આ કારણે ફિલ્મની પહેલા દિવસની કમાણી શાનદાર રહી શકી હોત. એક રિપોર્ટ અનુસાર, ફિલ્મે શરૂઆતના દિવસે નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટને જોડીને 180-200 કરોડ રૂપિયાની કમાણી કરી શકી હોત. તે જ સમયે, ફિલ્મ માત્ર હિન્દી બેલ્ટમાં 65 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકી હોત. જો આ રીતે જોવામાં આવે તો રિલીઝ ડેટમાં ફેરફારને કારણે ફિલ્મને લગભગ 30 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. જો ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થઈ હોત તો તેને 4 દિવસનો લાંબો વીકેન્ડ મળત. સુકુમાર 'પુષ્પા 2' ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. તેમને જ પહેલો પાર્ટ પણ ડિરેક્ટ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ 500 કરોડના બજેટમાં બની રહી છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદના અને ફહદ ફાસિલ જોવા મળશે. 2021ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'
2021માં રિલીઝ થયેલી 'પુષ્પાઃ ધ રાઇઝ' એ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ હતી. તમામ વર્ઝન સહીત આ ફિલ્મે ભારતમાં 313 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં 350 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મોની યાદીમાં તે છઠ્ઠા નંબર પર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.