જામનગરમાં એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા લમ્પિ વાયરસની લડત સામે ‘જ્ઞાનગંગા ગૌસેવા રથ’ દોડતો કરાવાયો
જામનગર તા.10 ઓગષ્ટ 2022,બુધવારજામનગર શહેરમાં એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત એનિમલ હેલ્પલાઇનની સેવા ૨૦૧૩ના વર્ષથી ચાલી રહી છે, અને પ્રતિમાસ ૬૦૦ થી ૭૦૦ પશુ- પક્ષીઓની સારવાર આપવાનો સેવા યજ્ઞ અલગ અલગ દાતાઓની સહાયથી ચાલુ રાખી શકાયો છે. જેમાં હાલમાં લમ્પિ વાયરસને લઈને એક વધુ રથ તૈયાર કરાયો છે.લમ્પિ વાયરસ ના કારણે અનેક ગાયોને તાત્કાલિક સારવારની જરૂરિયાત છે, જેથી જ્ઞાનગંગા સ્કૂલના શ્રી વિમલભાઈ ગઢવીના સહકારથી એનિમલ હેલ્પલાઇનની એક એમ્બ્યુલન્સ ચાલુ છે, તેની સાથે સાથે બીજી એમ્બ્યુલન્સ પણ હંગામી ધોરણે ચાલુ કરી દેવામાં આવી છે, જેનો તમામ ખર્ચ જ્ઞાનગંગા સ્કૂલના વિમલભાઈ ગઢવી અને તેમના સાથીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના સંચાલન હેઠળ ગાયોની સારવાર અર્થે નવી એમ્બ્યુલન્સ શરૂ કરાઇ છે, જેનું 'જ્ઞાનગંગા ગૌસેવા રથ' નામકરણ કરાયું છે. જેની શરૂઆત વિમલભાઈ ગઢવી અને તેમની ટીમની ઉપસ્થિતિમાં કરી દેવામાં આવી હતી. જેમાં બિનવારસુ પશુ પક્ષીઓને સવારે ૯.૦૦ વાગ્યાથી સાંજે ૭.૦૦ વાગ્યા સુધી સારવાર મળી રહે, જેના માટેના ફોન નંબર જાહેર કરાયા છે. જે નંબર પર સંપર્ક સાધવાથી સારવાર મેળવી લેવા એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટી શરદ શેઠની યાદીમાં જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.