‘એનિમલ’ ફેમ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી બની રણબીરની પાડોશી:14 કરોડમાં ખરીદ્યું નવું ઘર, શાહરુખ અને સલમાનના પણ અહીં જ બંગલો
રણબીર કપૂર અભિનીત 'એનિમલ'થી ચર્ચામાં આવેલી એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી હવે રણબીરની પાડોશી બની ગઈ છે. એક્ટ્રેસે હાલમાં જ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં 14 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું છે. 70 લાખની સ્ટેમ્પ ડ્યુટી પણ ભરી
IndexTap.com મુજબ, તૃપ્તિએ હાલમાં મુંબઈના કાર્ટર રોડ પર ગ્રાઉન્ડ પ્લસ ટુ ફ્લોર બંગલો ખરીદ્યો છે. આ બંગલો 2,226 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને તેનો બિલ્ટ-અપ એરિયા 2,194 ચોરસ ફૂટ છે. એક્ટ્રેસે 14 કરોડ રૂપિયાના આ બંગલા પર 70 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી પણ ચૂકવી છે. આ સિવાય એક્ટ્રેસે 30 હજાર રૂપિયાનો રજિસ્ટ્રેશન ચાર્જ પણ ચૂકવ્યો હતો. એક્ટ્રેસે 3 જૂને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. શાહરુખ, સલમાન અને રેખાના અહીં જ બંગલા
કાર્ટર રોડ વિસ્તારમાં જ્યાં તૃપ્તિએ આ બંગલો ખરીદ્યો છે, ત્યાં શાહરુખ ખાન, સલમાન ખાન અને રેખા સહિત બોલિવૂડના ઘણા મોટા સેલેબ્સના બંગલા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો બંગલો પણ આ વિસ્તારમાં જ છે. આ રીતે તૃપ્તિ તેની ફિલ્મ 'એનિમલ'ના કો-એક્ટર રણબીર કપૂરની પણ પાડોશી બની ગઈ છે. 2017માં ડેબ્યૂ, 'એનિમલ'થી મળી સાચી ઓળખ
ઉત્તરાખંડના ગઢવાલની રહેવાસી તૃપ્તિએ 2017માં શ્રીદેવીની ફિલ્મ 'મોમ'થી એક્ટિંગની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે સની દેઓલ સ્ટારર ફિલ્મ 'પોસ્ટર બોય્ઝ'માં પણ જોવા મળી હતી. આ પછી લીડ એક્ટ્રેસ તરીકે તેની પ્રથમ ફિલ્મ 'લૈલા મજનુ' હતી. 'બુલબુલ' અને 'કાલા' જેવા OTT પ્રોજેક્ટ્સમાં જોવા મળેલી તૃપ્તિને ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'એનિમલ'થી જબરદસ્ત ખ્યાતિ મળી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તૃપ્તિની આગામી ફિલ્મ 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો' છે. જેમાં તેમની સાથે રાજકુમાર રાવ જોવા મળશે. આ સિવાય તેની પાસે કાર્તિક આર્યન સ્ટારર 'ભૂલ ભુલૈયા 3', કરન જોહરની 'બેડ ન્યૂઝ' અને 'ધડક 2' જેવી ફિલ્મો પણ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.