BB OTTમાં સલમાનને રિપ્લેસ કરવા અંગે અનિલે વાત કરી:કહ્યું, ‘મને પણ બે ફિલ્મોમાં રિપ્લેસ કરવામાં આવ્યો છે, આ જ જિંદગી છે’
હાલમાં જ મુંબઈમાં 'બિગ બોસ OTT 3'ને લઈને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં અનિલ કપૂરે પણ હાજરી આપી હતી, જે શોમાં હોસ્ટ તરીકે જોવા મળશે. છેલ્લી સિઝન સલમાન ખાને હોસ્ટ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અનિલ કપૂરે સલમાનને રિપ્લેસ કરવાના સવાલનો જવાબ પણ આપ્યો હતો. આ દરમિયાન અનિલ કપૂરે પોતે પણ બે ફિલ્મોમાં રિપ્લેસ થવાની વાત કરી હતી. તેનો સંદર્ભ 'નો એન્ટ્રી 2' અને 'વેલકમ 3' ફિલ્મો તરફ હતો. સલમાનની જગ્યા કોઈ નહીં લઈ શકે
શોમાં સલમાન ખાનને રિપ્લેસ કરવાના સવાલ પર અનિલ કપૂરે કહ્યું, 'સલમાન મારો મિત્ર છે, ભાઈ છે, અમે એકબીજાના શુભચિંતક છીએ. સલમાનનું સ્થાન કોઈ નહીં લઈ શકે અને અનિલ કપૂરનું સ્થાન પણ કોઈ લઈ શકે નહીં. જ્યારે મેં સલમાનને આ શો હોસ્ટ કરવા વિશે કહ્યું ત્યારે તે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત હતો. ક્યારેક હું રિપ્લેસ થાવ છું તો ક્યારેક તે રિપ્લેસ થાય છે, આ શબ્દ બહુ ખોટો છે, સાચો નથી. દરેક પાસે કામ છે અને દરેકને કામ મળતું રહેશે. કંઈ ન કરવા માટેના જુદા જુદા કારણો છે, જેમ કે કોઈની પાસે ક્યારેક સમય નથી.' મને પણ બે ફિલ્મમાંથી રિપ્લેસ કરવામાં આવ્યો હતો
વાતચીત દરમિયાન,એક્ટરે તેની પોતાની ફિલ્મોમાં રિપ્લેસની વાત પણ કરી. તેમણે કહ્યું, 'હાલમાં જ મને પણ બે ફિલ્મોમાં રિપ્લેસ કરવામાં આવ્યો હતો. હવે, મને આ પાછળનું કારણ ખબર નથી, પરંતુ આવી વસ્તુઓ થાય છે. આપણે ફક્ત આપણું કામ ઈમાનદારીથી કરતા રહેવું જોઈએ. આ જીવન છે.' બોની કપૂરે 'નો એન્ટ્રી 2'માં અનિલને કાસ્ટ કર્યો ન હતો
ખરેખર, થોડા મહિના પહેલાં બોની કપૂરે ફિલ્મ 'નો એન્ટ્રી 2'ની જાહેરાત કરી હતી. પરંતુ પાર્ટ 2માં કોઈ જૂના સ્ટારને કાસ્ટ કરવામાં આવ્યો નથી. બોની કપૂરે કહ્યું કે અનિલ આ સિક્વલનો ભાગ બનવા માગતો હતો. પરંતુ તે અનિલને નવા સ્ટાર્સને કાસ્ટ કરવાનું કારણ જણાવે તે પહેલાં જ આ સમાચાર સામે આવ્યા, જેના કારણે તે ગુસ્સે થઈ ગયો હતો. તેમણે કહ્યું કે 'નો એન્ટ્રી' સિક્વલ માટે અનિલને કાસ્ટ ન કરવા પાછળનું કારણ એ હતું કે સ્ટોરી મુજબ તેના માટે કોઈ જગ્યા નહોતી.' 'નો એન્ટ્રી' અને 'વેલકમ'ની સિક્વલમાં આ કલાકારોને સામેલ કરવામાં આવશે
અનીસ બઝ્મી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'નો એન્ટ્રી'માં અનિલ કપૂર, સલમાન ખાન અને ફરદીન ખાન જોવા મળ્યા હતા. જો કે, તેની સિક્વલમાં વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અર્જુન કપૂરને કાસ્ટ કરવામાં આવ્યા છે. જો અહેમદ ખાન દ્વારા નિર્દેશિત 'વેલકમ ટુ જંગલ'ની વાત કરીએ તો તેમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, દિશા પટની, રવિના ટંડન, લારા દત્તા, જેકલિન ફર્નાન્ડીઝ, પરેશ રાવલ, અરશદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે જેવા કલાકારો છે. ફિલ્મના પહેલા અને બીજા ભાગમાં અનિલ કપૂર અને નાના પાટેકર પણ સામેલ હતા. આ બંને ફિલ્મો અનીસ બઝ્મીએ ડિરેક્ટ કરી હતી. 'બિગ બોસ'ની સફરને લઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત
'બિગ બોસ ઓટીટી 3' વિશે વાત કરીએ તો, સીઝન 21 જૂનથી શરૂ થશે. હોસ્ટ તરીકેના તેના ડેબ્યૂ વિશે અનિલ કપૂરે કહ્યું, 'હું મારી કરિયરના તે તબક્કે છું જ્યાં હું કંઈક કરવા માગતો હતો જે પહેલાં નથી કર્યું. .મેં ફિલ્મો કરી છે. ટીવી પર '24' શો કર્યો. OTT પર ફિક્શન શો 'ધ નાઇટ મેનેજર' કર્યો, પરંતુ આ એવું કંઈક હતું જે મેં ક્યારેય કર્યું ન હતું. તેથી, વિચાર્યું કે તે પણ કરું. હું જર્ની વિશે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.