આંધ્રપ્રદેશ અને ઓડિશા વિધાનસભાનું રિઝલ્ટ 8 વાગ્યાથી:આંધ્રના 5 એક્ઝિટ પોલમાં NDA અને 2માં YSRCPની સરકાર; ઓડિશામાં કાંટાની ટક્કર - At This Time

આંધ્રપ્રદેશ અને ઓડિશા વિધાનસભાનું રિઝલ્ટ 8 વાગ્યાથી:આંધ્રના 5 એક્ઝિટ પોલમાં NDA અને 2માં YSRCPની સરકાર; ઓડિશામાં કાંટાની ટક્કર


લોકસભા ચૂંટણીની સાથે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આજે 4 જૂને જાહેર થવાના છે.આંધ્રના 5 એક્ઝિટ પોલમાં NDA સરકાર બનાવતી જોવા મળી રહી છે અને 2માં સત્તારૂઢ YSRCP સરકાર બનાવતી જોવા મળી રહી છે.ઓડિશામાં નવીન પટનાયકની બીજેડી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના જગન મોહન રેડ્ડી 2019થી સત્તામાં છે. ગત વખતે જગન મોહને 175માંથી 151 બેઠકો પર એકતરફી જીત મેળવી હતી. રાજ્યમાં ભાજપે ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને અભિનેતા પવન કલ્યાણની જનસેના પાર્ટી (જેએસપી) સાથે ગઠબંધન કર્યું છે. ઓડિશામાં નવીન પટનાયક 24 વર્ષ (માર્ચ 2000)થી સતત મુખ્યમંત્રી છે. હાલમાં ભાજપે ઓડિશામાં કોઈને મુખ્યમંત્રીપદનો ચહેરો બનાવ્યો નથી. ભાજપે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર જ ચૂંટણી લડી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.