ખેતરમા કામ કરતા લોકો ને સર્પ ડંખ કે જંતુ ડંખમા અને વન્યપ્રાણીની ઇજામાં આયુષ્માન કાર્ડમાં ફ્રી સારવાર આપો:પૂર્વ ધારાસભ્ય રીબડીયા - At This Time

ખેતરમા કામ કરતા લોકો ને સર્પ ડંખ કે જંતુ ડંખમા અને વન્યપ્રાણીની ઇજામાં આયુષ્માન કાર્ડમાં ફ્રી સારવાર આપો:પૂર્વ ધારાસભ્ય રીબડીયા


ખેતરમા કામ કરતા લોકો ને સર્પ ડંખ કે જંતુ ડંખમા અને વન્યપ્રાણીની ઇજામાં આયુષ્માન કાર્ડમાં ફ્રી સારવાર આપો:પૂર્વ ધારાસભ્ય રીબડીયાવિસાવદરતા.વિસાવદર ના પૂર્વ ધારાસભ્ય હર્ષદ ભાઈ રીબડીયા દ્વારા આજરોજ ગુજરાતના મુખ્યમંત્રીસાહેબને ગુજરાતના ખેડૂતો વતી રજુઆત કરી જણાવેલ કે, ગુજરાતના ખેડૂતો સરકારશ્રીના આગ્રહને માન આપી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતી કરવામાં ખેતરની અંદર કોઈપણ પ્રકારની પેસ્ટીસાઈડ દવા કે રાસાયણિક ખાતર નાખવામાં આવતું નથી જેથી તે ખેતરોમાં પકૃતિક જીવો જેવા કે સર્પ વીંછી પડકા શીતળ જેવા અન્ય જંતુઓનો વસવાટ વધે છે તેમજ બિન પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પણ આજ ચિંતા છે ખેડૂતની મોલાત લીલી છમ હોય તેમાં પણ ઠંડક મળવા ને કારણે આ તમામ જંતુઓનો વસવાટ થતો હોય છે ત્યારે ખેતી કામ કરતી વખતે ખેડૂત કે ખેત મજદૂર ને ઉપરોક્ત જંતુ ડંખ મારે ત્યારે તેની હાલત ખૂબ દયા જનક હોય છે એક તો બિચારો ખેડૂત રાત દિવસ કાળી મહેનત મજૂરી કરી ને પોતાનું ગુજરાનચલાવતા હોય છે ત્યારે આવા સર્પડંખ કે કોઈ અન્ય જંતુઓના ડંખમાં ખેડૂત કે ખેત મજદૂર પ્રાઇવેટ હોસ્પિટલોમાં લઈ જવા પડે છે અને આવા ઝેરી જંતુ ના ડંખમાં હોસ્પિટલમાં લાખોના ખર્ચા થતા હોય છે ત્યારે માથે દેવું કરીને પણ પોતાના પરિવારના વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન કરે છે ને છેલ્લે ખેડૂત દેવાના ડુંગરમાં દબાઈ જાય છે ત્યારે ખેડૂત ના દિકરા તરીકે મુખ્યમંત્રીને રજુઆત કરી વધુમાં જણાવેલ છે કે,ખેતી કરતો ખેડૂત કે ખેત મજદૂર ને સર્પ ડંખ કે અન્ય ઝેરી જંતુ કે સિંહ દીપડા કે કોઈ વન્ય પ્રાણી દ્વારા ઈજા કે કોઈ નુકસાન પહોંચાડવામાં આવે ત્યારે સરકારશ્રી દ્વારા આવા ખેડૂત કે ખેત મજદૂરને એક રૂપિયો પણ ખર્ચ કરવો ના પડે ને સરકારશ્રી તરફથી આયુષ્માન કાર્ડ માં ફ્રી સારવાર મળે તો તેમની જીંદગી બચાવી શકાય. તેવી જગતના તાત ખેડૂતો વતી મારી માંગણી અને વિનંતી કરેલ હોવાનું એક અખબારી યાદીમાં જણાવાયું છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.