ડિઝની એન્ડ પિક્સર માટે કામ કરશે અનન્યા:’ઈનસાઈડ આઉટ 2’ના હિન્દી વર્ઝનમાં રાઇલી માટે અવાજ આપ્યો; એક્ટ્રેસે સપનામાં પણ નહોતું વિચાર્યું
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે ડિઝની એન્ડ પિક્સરની એનિમેટેડ ફિલ્મ 'ઈનસાઈડ આઉટ-2' સાથે જોડાઈ છે. તેમણે ફિલ્મના હિન્દી વર્ઝન માટે મેઈન રોલ રાઇલી માટે પોતાનો અવાજ આપ્યો છે. હાલમાં જ ડિઝની ફિલ્મ્સ ઇન્ડિયાએ એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં અનન્યા ડબિંગ સ્ટુડિયોમાં ફિલ્મ માટે ડબિંગ કરતી જોવા મળે છે. 'હું હંમેશા ડિઝની એનિમેટેડ ફિલ્મોની ફેન રહી છું'
આ સિદ્ધિ પર પોતાની ખુશી વ્યક્ત કરતાં અનન્યાએ કહ્યું, 'હું હંમેશાથી ડિઝની અને પિક્સરની એનિમેટેડ ફિલ્મોની મોટી ફેન રહી છું. તેમની વાર્તાઓ, મનોરંજક અને સંબંધિત હોવા છતાં ઘણીવાર તમને બીજી દુનિયામાં લઈ જાય છે.' કાજોલથી લઈને શાહરુખે અવાજ આપ્યો છે
એક્ટ્રેસે વધુમાં કહ્યું, 'રાઇલીના રોલ માટે અવાજ આપ્યા બાદ મારી બાળપણની ઘણી યાદો તાજી થઈ ગઈ. ડબિંગની આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ મજેદાર હતી અને મેં તેનો દિલથી આનંદ લીધો છે. નોંધનીય છે કે, અનન્યા પહેલાં કાજોલ, પરિણીતિ ચોપરા, ઐશ્વર્યા રાય બચ્ચન, શાહરુખ ખાન અને આર્યન ખાન જેવા બોલિવૂડ સેલેબ્સ ડિઝનીના એનિમેટેડ પાત્રોને પોતાનો અવાજ આપી ચૂક્યા છે. 'ઈનસાઈડ આઉટ' 2015માં રિલીઝ થઈ હતી
'ઈનસાઈડ આઉટ 2'ની વાર્તા રાઇલી નામના પાત્રના જીવન અને લાગણીઓની આસપાસ વણાયેલી છે. આ ફિલ્મ 14 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનો પહેલો ભાગ 2015માં રિલીઝ થયો હતો. 2016માં બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ માટે ઓસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનન્યા વિક્રમાદિત્ય મોટવાને દ્વારા નિર્દેશિત ફિલ્મ 'કંટ્રોલ'ના શૂટિંગમાં વ્યસ્ત છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.