અનંત-રાધિકાના રિસેપ્શનમાં આજે PM મોદી:લાલ ડ્રેસમાં પ્રેગ્નન્ટ દીપિકાનો ગ્લો જોવા મળ્યો, 50 વર્ષેય ઐશ્વર્યા રૂપ રૂપનો અંબાર લાગી
ગઈકાલે, 12 જુલાઈએ અનંત ને રાધિકાનાં લગ્ન જિયો વર્લ્ડ સેન્ટરમાં થયા. આ લગ્નમાં દેશ-વિદેશના સેલેબ્સ આવ્યા હતા. બોલિવૂડના અનેક સેલેબ્સ જોવા મળ્યા હતા. દીકરાના લગ્નમાં નીતા અંબાણીએ ડાન્સ કર્યો હતો. આ ઉપરાંત અર્જુન કપૂર, રણવીર સિંહ, વરુણ ધવન પણ નાચતા જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવયુગલને 'શુભ આશીર્વાદ' આપવા આવશે
આજે, 13 જુલાઈએ સેલેબ્સ અનંત-રાધિકાને શુભ આશીર્વાદ આપશે. આ વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ તથા જાણીતા બિઝનેસમેન હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિસેપ્શનમાં નવયુગલને આશીર્વાદ આપવા આવશે. રવિ-સોમ પણ વેડિંગ રિસેપ્શન
ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો પણ રવિવાર, 14મી જુલાઈએ રિસેપ્શનમાં હાજરી આપશે. આ સિવાય રિલાયન્સ અને જિયોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ભાગ લેશે. 15 જુલાઇના રિસેપ્શન સામાન્ય જનતા માટે આયોજિત કરવામાં આવ્યું છે. દીપિકા-ઐશ્વર્યાનો અલગ જ ઠાઠ જોવા મળ્યો... લગ્નમાં 'મિની કાશી' જોવા મળ્યું
અનંત-રાધિકાનાં લગ્નમાં કાશીની થીમ જોવા મળી હતી. લગ્ન પહેલાં નીતા અંબાણીનો કાશીની પ્રશંસા કરતો એક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતા, જેમાં તેમણે કાશી નગરીનાં વખાણ કરતાં કહ્યું હતું, 'કાશીની સાથે મારી ભક્તિનો એક વિશેષ સંબંધ રહ્યો છે. હું ને મારો પરિવાર કોઈપણ શુભ પ્રસંગ પહેલાં હંમેશાં દેવી-દેવતાઓનાં દર્શને જતા હોઈએ છીએ. હું થોડા દિવસ પહેલાં જ અનંત-રાધિકાને ભગવાનના આશીર્વાદ મળે એ માટે વારાણસી આવી હતી. આ પ્રાચીન નગરી મને હંમેશાં ગમી છે. અનંત-રાધિકાનાં જેટલાં પણ ફંક્શન થયાં એ તમામમાં અમે ભારતીય કલ્ચરને ટ્રિબ્યૂટ આપવાનો પ્રયાસ કર્યો છે. મને આનંદ છે કે લગ્નમાં કાશીની એ જ પવિત્રતાની ઝલક જોવા મળશે. કાશીનાં દેવી-દેવતા, પંડિતોના મંત્રોચ્ચાર, કાશીનું ભોજન, ગંગા કિનારે સૂર રેલાવતી એ શરણાઈઓ દરેક લગ્નને મંગલમય બનાવે છે. મેં કાશીમાં એ શાંતિ, ભક્તિભાવ અને આનંદ અનુભવ્યાં, મહાદેવ ત્યાં વસે છે, ગણપતિ સાથે નંદી ને સતત કાને મંત્રોની ગુંજ સંભળાય છે. આ કાશી નગરી પાવન છે.' મામેરાથી લઈ શિવ-શક્તિ પૂજા, મહેંદે સેરેમની યોજાઈ
3 જુલાઈએ અનંત-રાધિકાનું મામેરું યોજાયું હતું. ત્યાર બાદ ચાર જુલાઈએ કોકિલાબેને ગરબા નાઇટ યોજી હતી. પાંચ જુલાઈએ હોલિવૂડ પોપસ્ટાર જસ્ટિન બીબરે મ્યુઝિક નાઇટમાં પર્ફોર્મ કર્યું હતું. ત્યાર બાદ 8 જુલાઈએ ગ્રહશાંતિની પૂજા થઈ હતી. નવ જુલાઈએ હલ્દી સેરેમની તથા 10 જુલાઈએ શિવશક્તિ પૂજા ને મહેંદી સેરેમની યોજાઈ હતી. લગ્નથી લઈને વિવિધ ફંક્શનની તસવીરોમાં માણો.... મામેરાની વિધિ... અંબાણી પરિવારે મન મૂકીને ગરબા રમ્યા હતા સંગીત સેરેમનીમાં જસ્ટિન બીબરે પર્ફોર્મ કર્યું હતું રાધિકાના ઘરે ગ્રહ શાંતિની પૂજા થઈ હતી હલ્દી સેરેમની... શિવ-શક્તિ પૂજા ને મહેંદી સેરેમની
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.