અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનાં લગ્નનાં ફંક્શન શરૂ:'મામેરા'ની વિધિમાં રાધિકા-નીતા અંબાણી લાગ્યાં ગોર્જિયસ, મોટી વહુ શ્લોકાએ દીકરીને તેડી ઠૂમકા માર્યા - At This Time

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનાં લગ્નનાં ફંક્શન શરૂ:’મામેરા’ની વિધિમાં રાધિકા-નીતા અંબાણી લાગ્યાં ગોર્જિયસ, મોટી વહુ શ્લોકાએ દીકરીને તેડી ઠૂમકા માર્યા


અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લગ્નને હવે ગણતરીના દિવસ જ બાકી છે. આ દરમિયાન લગ્ન પહેલાં મામેરા વિધિ માટે આખો પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. આ ફંક્શનમાંથી રાધિકા અને પરિવારના અન્ય સભ્યોની તસવીરો સામે આવી છે. આ દરમિયાન સમગ્ર એન્ટિલિયાને દુલ્હનની જેમ લાઇટથી શણગારવામાં આવ્યું હતું. રાધિકાના લુકની વાત કરીએ તો તેમને આ ફંક્શન માટે ખૂબ જ સુંદર ગુલાબી રંગનો લહેંગા પહેર્યો છે, જેમાં તે બિલકુલ દુલ્હન જેવી લાગી રહી છે. રાધિકાએ માંગ ટીકા, હેવી ડાયમંડ નેકપીસ અને ઇયરિંગ્સ સાથે આ લુકને પૂરો કર્યો હતો. જાહન્વી કપૂર અને રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ આ ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યાં હતાં. અનંત અને રાધિકાનાં લગ્ન સંબંધિત વધુ માહિતી માટે , આ પણ વાંચો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.