અનંત-રાધિકાનાં આજે લગ્ન, એન્ટિલિયા દુલ્હનની જેમ શણગારાયું:રાત્રે 9.30 વાગ્યે જિયો વર્લ્ડ સેન્ટરમાં ફેરા ફરશે, લગ્ન પાછળ 4000-5000 કરોડ ખર્ચ્યાની શક્યતા
એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. વિશ્વભરમાં લોકપ્રિય બનેલું ગીત 'કામ ડાઉન' ફૅમ સિંગર રેમા તથા સ્પેનિશ સોંગ 'ડેસ્પેસીટો' ફૅમ લૂઇસ ફોન્સી લગ્નમાં પર્ફોર્મ કરવાના છે. સિંગર રીમાને અંબાણી પરિવારે પર્ફોર્મ કરવાના 25 કરોડ રૂપિયા આપ્યા હોવાની ચર્ચા છે. 'આઉટલુક'ના અહેવાલ પ્રમાણે, અનંત-રાધિકાના લગ્ન પાછળ અંબાણી પરિવારે અંદાજે ચારથી પાંચ હજાર કરોડ ખર્ચ કર્યો હોવાનો અંદાજ છે. અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તે લગ્નમાં સામેલ થઈ શકશે નહીં. 8 વાગ્યે વરમાળા, સાડા નવ વાગ્યે સાત ફેરા ફરશે
દિવ્ય ભાસ્કરને મળેલી માહિતી અનુસાર, જાન બપોરે 3 વાગ્યે મુંબઈના BKC (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ) સ્થિત જિયો વર્લ્ડ સેન્ટર ખાતેઆવશે. સૌ પ્રથમ સાફા બાંધવાની વિધિ કરવામાં આવશે. ત્યારબાદ સામૈયુંને પછી 8 વાગ્યે અનંત-રાધિકા એકબીજાને વરમાળા પહેરાવશે. રાત્રે 9.30 વાગ્યે અનંત-રાધિકા સાત ફેરા ફરશે. દીકરાના લગ્ન પહેલા નીતા અંબાણીનો વીડિયો રીલિઝ થયો
અનંત-રાધિકાના લગ્નમાં કાશીની થીમ જોવા મળશે. લગ્ન પહેલાં નીતા અંબાણીનો કાશીની પ્રશંસા કરતો એક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. વીડિયોમાં નીતા અંબાણીએ કાશી નગરીના વખાણ કરતા કહ્યું હતું, 'કાશીની સાથે મારી ભક્તિનો એક વિશેષ સંબંધ રહ્યો છે. હું ને મારો પરિવાર કોઈ પણ શુભ પ્રસંગ પહેલાં હંમેશાં દેવી-દેવતાઓના દર્શને જતા હોઈએ છીએ. હું થોડા દિવસ પહેલાં જ અનંત-રાધિકાને ભગવાનના આશીર્વાદ મળે તે માટે વારાણસી આવી હતી. આ પ્રાચીન નગરી મને હંમેશાં ગમી છે. અનંત-રાધિકાના જેટલા પણ ફંક્શન થયા તે તમામમાં અમે ભારતીય કલ્ચરને ટ્રીબ્યૂટ આપવાનો પ્રયાસ કર્યો છે. મને આનંદ છે કે લગ્નમાં કાશીની એ જ પવિત્રતાની ઝલક જોવા મળશે. કાશીના દેવી-દેવતા, પંડિતોના મંત્રોચ્ચાર, કાશીનું ભોજન, ગંગા કિનારે સૂર રેલાવતી તે શરણાઈઓ દરેક લગ્નને મંગલમય બનાવે છે. મેં કાશીમાં તે શાંતિ, ભક્તિભાવ અને આનંદ અનુભવ્યો, મહાદેવ ત્યાં વસે છે, ગણપતિ સાથે નંદી ને સતત કાને મંત્રોની ગૂંજ સંભળાય છે. આ કાશી નગરી પાવન છે.' એટલે કે લગ્નની થીમ વારાણસી પર છે, જેમાં બનારસની પરંપરા, ધાર્મિકતા, સંસ્કૃતિ, કલા-શિલ્પ અને ભોજન જોવા મળશે. 'ધ કાર્દશિયન્સ' શોમાં અનંત-રાધિકાનાં લગ્ન બતાવવામાં આવશે
ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, કિમ તથા ક્લોઇ રિયાલિટી શો 'ધ કાર્દશિયન્સ' માટે અંબાણી વેડિંગને કેપ્ચર કરશે. તેઓ અનંત-રાધિકાના લગ્નના અનુભવોને પણ કેપ્ચર કરશે. કિમની ટીમે લગ્ન માટે મુંબઈ આવવા-જવાની મોમેન્ટ્સ પણ ડોક્યુમેન્ટ કરવાનો પ્લાન બનાવ્યો છે. કિમ તથા ક્લોઇ મુંબઈની તાજ હોટલમાં રોકાયાં છે. આ મહેમાનો ભારત આવી ચૂક્યા છે લગ્નમાં આ મહેમાનો આવશે
1. હોલિવૂડ રિયાલિટી સ્ટાર કિમ તથા ક્લોઇ કાર્દશિયન
2. ફ્યુચરિસ્ટ પીટર
3. આર્ટિસ્ટ જેફ કૂન્સ
4. સેલ્ફ હેલ્પ કોચ જય શેટ્ટી
5. ઇંગ્લેન્ડના પૂર્વ વડાપ્રધાન બોરીસ જ્હોનસન તથા ટોની બ્લેર
6. અમેરિકાના પૂર્વ સેક્રેટરી ઑફ સ્ટેટ જ્હોન કેરી
7. સ્વિડિનના પૂર્વ વડાપ્રધાન કર્લ બ્લ્ડિટ
8. કેનેડાના પૂર્વ વડાપ્રધાન સ્ટિફન
9. તાન્ઝાનિયાના પ્રેસિડન્ટ સામિયા સુલુહુ હાસન
10. IOCના વાઇસ પ્રેસિડન્ટ જુઆન એન્ટોનિયો સમરાંચ
11. FIFAના પ્રેસિડન્ટ જિઆની
12. HSBC ગ્રુપના ચેરમેન માર્ક
13. Aramcoના CEO અમીન
14. મોર્ગન સ્ટેનલીના MD માઇકલ
15. એડોબના CEO શાંતનુ
16. મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપનીના MD ખાલદૂન અલ મુબારક
17. સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના એક્ઝિક્યૂટિવ ચેરમેન જે વાય લી
18. લોકહીડ માર્ટિનના CEO જેમ્સ
19. BPના CEO મુરારી
20. ટેમાસેકના CEO દિલ્હાન
21. એરિક્સનના CEO બોર્જે
22. HPના પ્રેસિડન્ટ લોર્સે
23. ADIAના બોર્ડ મેમ્બર ખલીલ મોહમ્મદ
24. કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઑથોરિટીના MD બદર મોહમ્મદ
25. નોકિયાના પ્રેસિડન્ટ ટોમી
26. ગ્લેક્સસ્મિથક્લિનના CEO એમ્મા
27. GICના CEO લિમ
28. કેન મોએલિસ એન્ડ કંપનીના વાઇસ ચેરમેન એરિક આ ઉપરાંત લગ્નમાં દેશના અનેક જાણીતા નેતાઓ, મુખ્યમંત્રીઓને તથા બિઝનેસમેન-બોલિવૂડ સ્ટાર્સ, ક્રિકેટર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 3 ફાલ્કન જેટ ને 100 વિમાન બુક કર્યા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અંબાણીના લગ્નમાં દેશ-વિદેશના મહેમાનો આવવાના છે. આ જ કારણે અંબાણી પરિવારને ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યા છે. ક્લબ વન એરના CEO રાજન મેહરાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમની કંપનીના ત્રણ ફાલ્કન-2000 જેટ્સ અંબાણી પરિવારે લગ્ન માટે બુક કરાવ્યા છે. એક પ્લેનમાં આઠથી 10 વ્યક્તિઓ બેસી શકે છે. આ ઉપરાંત લગ્ન માટે 100 પ્રાઇવેટ વિમાન પણ મહેમાનો માટે બુક કરાવ્યા છે. કુલ ત્રણ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે
PM મોદી સહિત દેશના ટોચના રાજનેતાઓ 13 જુલાઈના રોજ શુભ સમારોહમાં હાજરી આપી શકે છે. આ ઉપરાંત બિઝનેસ જગતની અનેક જાણીતી હસ્તીઓ પણ આવશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા મોટા પરિવારો જેમ કે બચ્ચન, કપૂર અને ખાન પણ ભાગ લેશે. આ સમારોહમાં માત્ર VVIP મહેમાનો જ પહોંચશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો પણ 14મી જુલાઈએ રિસેપ્શનમાં હાજરી આપશે. આ સિવાય રિલાયન્સ અને જિયોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ભાગ લેશે. 15 જુલાઇના રિસેપ્શન સામાન્ય જનતા માટે આયોજિત કરવામાં આવ્યું છે. ટ્રાફિક એડવાઈઝરી જાહેર
મુંબઈ ટ્રાફિક પોલીસે અનંત-રાધિકાના હાઇ-પ્રોફાઇલ વેડિંગને ધ્યાનમાં લઈને 12-15 જુલાઈ સુધી BKCમાં ટ્રાફિક અવ્યવસ્થા ના થાય તે માટે ટ્રાફિક એડવાઇઝરી રિલીઝ કરી હતી. ટ્રાફિક પોલીસે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર તરફ જતા કેટલાક રસ્તાઓ 12થી 15 જુલાઈ સુધી બપોરના એક વાગ્યાથી મોડી રાત સુધી બંધ રાખ્યા છે. લગ્નને કારણે BKCમાં આવેલી તમામ ફાઇવસ્ટાર હોટલ ફુલ
હાઇ પ્રોફાઇલ લગ્નને કારણે મુંબઈના હોટલ બિઝનેસને ફાયદો થયો છે. સામાન્ય દિવસોમાં BKCમાં આવેલી વિવિધ હોટલના એક રૂમનું ભાડું રૂ. 13 હજાર હોય છે, પરંતુ લગ્નને કારણે 12-15 જુલાઈ દરમિયાન રૂમનું ભાડું રૂ. 91,350 થઈ ગયું છે. આટલું જ નહીં, ફાઇવસ્ટાર હોટલના તમામ રૂમ્સ બુક છે. મામેરાથી લઈ શિવ-શક્તિ પૂજા, મહેંદે સેરેમની યોજાઈ
3 જુલાઈએ અનંત-રાધિકાનું મામેરું યોજાયું હતું. ત્યારબાદ ચાર જુલાઈએ કોકિલાબેને ગરબા નાઇટ યોજી હતી. પાંચ જુલાઈએ હોલિવૂડ પોપસ્ટાર જસ્ટિન બીબરે મ્યૂઝિક નાઇટમાં પર્ફોર્મ કર્યું હતું. ત્યારબાદ 8 જુલાઈએ ગ્રહશાંતિની પૂજા થઈ હતી. નવ જુલાઈએ હલ્દી સેરેમની તથા 10 જુલાઈએ શિવશક્તિ પૂજા ને મહેંદી સેરેમની યોજાઈ હતી. અનંત-રાધિકાના વિવિધ ફંક્શન તસવીરોમાં માણો.... મામેરાની વિધિથી અનંત-રાધિકાના લગ્નના ફંક્શન શરૂ થયા અંબાણી પરિવારે મનમૂકીને ગરબા રમ્યાં હતાં સંગીત સેરેમનીમાં જસ્ટિન બીબરે પર્ફોર્મ કર્યું હતું રાધિકાના ઘરે ગ્રહ શાંતિની પૂજા થઈ હતી હલ્દી સેરેમની... શિવ-શક્તિ પૂજા ને મહેંદી સેરેમની
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.