ઘઉં અને ચોખાનો રૂપિયા 12.93 લાખનો બિનહિસાબી જથ્થો ઝડપાયો - At This Time

ઘઉં અને ચોખાનો રૂપિયા 12.93 લાખનો બિનહિસાબી જથ્થો ઝડપાયો


- શેખપર ફુડ ઈન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગનો દરોડો - પાંચ રિક્ષા સહિત અનાજના જથ્થા સાથે તમામ મુદ્દામાલ કબજે લેવાયોસુરેન્દ્રનગર : મુળી તાલુકાના શેખપર ગામે પુરવઠા વિભાગે પાડેલા દરોડામાં એક  ફુડ ઈન્ડસ્ટ્રી માંથી બિન હિસાબી ઘઉં-ચોખાનો જંગી જથ્થો મળી આવતા પાંચ રિક્ષા સહીત તમામ જથ્થો સીઝ કરીને કાર્યવાહી કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે. જીલ્લા પુરવઠા અધિકારી ભાવનાબા ઝાલા અને મુળી મામલતદાર કાળીદાસભાઈ પટેલે શેખપર ગામે આવેલ રાઘવ ફુડ્ઝ પ્રોટીન લીમીટેડમાં ચેકીંગ હાથ ધરતા ઘઉં-ચોખાનો અંદાજે ૫૧,૯૫૦ કિલોનો જથ્થો રેકર્ડ વગરનો બિનહિસાબી માલુમ પડેલ હતો. આ અંગે ફુડ ઈન્ડસ્ટ્રીમાં હાજર તખ્તસિંહ પ્રવિણસિંહ પરમારની પુછપરછ કરાયેલ હતી. તેમજ રૂા.૧૨.૯૩ લાખની કિંમતનો ઘઉં ચોખાનો જથ્થો તેમજ રૂા.૧.૯૮ લાખની કિંમતની પાંચ રીક્ષાઓ સીઝ કરીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.