ભારતીય મૂળના યુટ્યૂબરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ:માણસની ઊંચાઈ કરતાં મોટા 6.74 ફૂટના ઓવરસાઇઝ્ડ iPhoneમાં કેમેરા, ચાર્જિંગ, એપ્લિકેશન બધું જ ઓપરેટ થશે - At This Time

ભારતીય મૂળના યુટ્યૂબરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ:માણસની ઊંચાઈ કરતાં મોટા 6.74 ફૂટના ઓવરસાઇઝ્ડ iPhoneમાં કેમેરા, ચાર્જિંગ, એપ્લિકેશન બધું જ ઓપરેટ થશે


આઇફોન દુનિયામાં સૌથી વધુ પસંદ કરવામાં આવતો ફોન છે, જેના પર લોકો લાખો રૂપિયા ખર્ચે છે. સૌથી નવો iPhone 15 Pro Max 5.77 ઇંચ લાંબો અને 2.78 ઇંચ પહોળો છે. જોકે, શું તમે ક્યારેય તમારા કરતા ઊંચો iPhone જોયો છે? એક યુટ્યૂબરે આ આશ્ચર્યજનક કારનામું કર્યું છે. બ્રિટિશ ટેક કન્ટેન્ટ ક્રિએટર અરુણ રૂપેશ મૈની, જેને મિસ્ટર હૂજદ બૉસના નામથી ઓળખવામાં આવે છે તેમણે દુનિયાનો સૌથી મોટો સ્માર્ટફોન રેપ્લિકા બનાવીને એક નવો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઓવરસાઇઝ્ડ iPhone 15 Pro Max 6.74 ફૂટ લાંબો છે. પોતાની સંરચના સાથે બનાવ્યો દુનિયાનો સૌથી મોટો સ્માર્ટફોન
મિસ્ટર હૂજદ બૉસ નામની યુટ્યૂબ ચેનલ ચલાવનાર વ્યક્તિનું સાચું નામ અરુણ મૈની છે. તેણે 2 મીટર લાંબો આઈફોન બનાવીને વિશ્વના સૌથી મોટા સ્માર્ટફોનની પ્રતિકૃતિનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ સંરચના iPhone 15 Pro Maxનું લઘુતમ સંસ્કરણ છે, જે સંપૂર્ણપણે કાર્યરત છે. આ ફોનનો પ્રોટોટાઈપ બનાવવામાં મેથ્યુ પર્ક્સે અરુણની મદદ કરી હતી. આ સિદ્ધિ હાંસલ કરવા માટે, તેણે DIYPerks સાથે જોડાણ કર્યું. આ iPhoneના કેમેરા સહિત બધું જ સારી રીતે કામ કરે છે
તમને જાણીને નવાઈ લાગશે કે માણસની ઊંચાઈ કરતાં પણ મોટા આ 6 ફૂટના iPhoneની ડિસ્પ્લે સારી રીતે કામ કરે છે. તમે આ iPhoneની સ્ક્રીનને સરળતાથી સ્ક્રોલ કરી શકો છો અને તેમાંથી ઈમેલ અને મેસેજ પણ મોકલી શકો છો. એટલું જ નહીં આ iPhoneનો કેમેરા, ફ્લેશ લાઈટ અને ચાર્જિંગ પોર્ટ પણ સારી રીતે કામ કરે છે. આ ફોનમાં તે દરેક એપ્લિકેશન ચલાવી શકાય છે, જે સાધારણ આઈફોનમાં હોય છે. Apple કરતાં વધુ સબસ્ક્રાઇબર હોવાની ઉજવણી કરવા માટે સૌથી મોટો iPhone બનાવ્યો
અરુણે વર્ષ 2011માં યુટ્યૂબ પર વીડિયો બનાવવાની તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ટેક્નિકલ વીડિયો બનાવે છે અને તેની ચેનલ પર નવા ગેજેટ્સની સમીક્ષા કરે છે. તેના YouTube પર લગભગ 19.4 મિલિયન સબસ્ક્રાઇબર છે અને તેણે Apple કંપનીની YouTube ચેનલ કરતાં વધુ સબસ્ક્રાઇબર હોવાની ઉજવણી કરવા માટે આ iPhone બનાવ્યો છે. અરુણે આ iPhone બનાવવામાં 59 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે, જેનો વીડિયો તેણે પોતાની ચેનલ પર શેર કર્યો છે. અરુણે રેકોર્ડ બનાવ્યા બાદ ખુશી વ્યક્ત કરી હતી
આ રેકોર્ડ બનાવ્યા બાદ અરુણે કહ્યું, "હું કલાકો સુધી લાઈબ્રેરીમાં બેસીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડની બુક્સ વાંચતો હતો. તેથી આ એવોર્ડ મેળવવો એકદમ અવાસ્તવિક લાગે છે." તેણે આગળ કહ્યું, "આ એક ફુલ સર્કલ મોમેન્ટ જેવું લાગે છે. મને મારી ટીમ અને મેથ્યુ બંને પર ખૂબ ગર્વ છે કે અમે સાથે મળીને કંઈક એવું કર્યું છે જે પહેલાં ક્યારેય કર્યું ન હતું."


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.