શહેરના રાજમાર્ગો પરથી મંજૂરીવિનાના ૯ર૯ બોર્ડ-બેનરો હટાવાયા - At This Time

શહેરના રાજમાર્ગો પરથી મંજૂરીવિનાના ૯ર૯ બોર્ડ-બેનરો હટાવાયા


મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ર૬૪ રેંકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ, ૭૬પ કિલો શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, ૯ર૯ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ શહેરમાં તા. ૬ થી ૧૮ માર્ચ સુધીમાં રસ્‍તા પર નડતર રૂપ ૩પ રેકડી-કેબીન તે છોટુનગર, વાણીયાવાડી-૪ શેરી નં. પ ને ખુણે, ગાયત્રીનગર મેઇન રોડ, ભીમનગર મેઇન રોડ, યુનિ. રોડ, પંચાયત ચોક રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી. જુદી જુદી અન્‍ય રર૯ પરચુરણ ચીજ વસ્‍તુઓ જે જયુબલી માર્કેટ, ગુમાનસિંહ માર્કેટ, કોર્ટ ચોક, જંકશન રોડ, મધુરમ હોસ્‍પિટલ, એરપોર્ટ રોડ, જામનગર રોડ, મવડી મેઇન રોડ, પરાબજાર, રૈયાનાકા ટાવર, ગરૂડ ગરબી ચોક, પોસ્‍ટ ઓફીસ રોડ, કેશરી પુલ, જૂની સોની બજાર, કોઠારીયા સોલવન્‍ટ, સેટેલાઇટ મેઇન રોડ, પ૦ ફુટ રીંગ કરોડ ડી-માર્ટ, મારૂતીનગર મેઇન રોડ, યુનિ. રોડ, જીવરાજ પાર્ક, નાના મૌવા, રૈયા રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી. ૭૬પ કી. ગ્રા. શાકભાજી-ફળો તે જયુબેલી,
જંકશન, મોચીનગર, હોસ્‍પીટલ ચોક, ધરાર માર્કેટ, પારેવડી કોઠારીયા સોલવન્‍ટ, સોમવારી, અંધજન આશ્રમ રોડ પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતાં. ૭ લાખનો મંડપ-કમાન છાજલી, તથા વહીવટી ચાર્જ તે જયુબેલી, રેસકોર્સ મોટી ટાંકી, ચોક, રામનગર, ગોંડલ રોડ, પાલડી રોડ, રામનાથ પરા, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, રામાપીર ચોકડી પાસેથી વસુલ કરવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત શહેરના વિવિધ રાજ માર્ગ પરથી ૯ર૯ બોર્ડ-બેનર તે પારવડી રોડ, યાજ્ઞિક રોડ, રેસકોર્સ રીંગ રોડ, સ્‍વામી વિવેકાનંદ રોડ, આશ્રમ રોડ, જી. એસ. ટી. રોડ, ટાગોર રોડ, જામનગર રોડ, સંત કબીર રોડ, પેડક રોડ, કુવાડવા રોડ પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતાં.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.