સંત શિરોમણી શ્રી રોહીદાસ વંશી સમસ્ત ગુજરા સમાજ ની નવી બંધારણ પુસ્તિકા વિમોચન કાર્યક્રમ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું
આજરોજ તારીખ 1 મેં 2023 ને સોમવાર સવારે 10.00 કલાકે બંધારણ સભા ના પ્રમુખ શ્રી મનીષભાઈ સોલંકી અને ડી.વાય.એસ.પી, નિવૃત્ત અને હાલે હાઇકોર્ટ માં વકીલાત કરતા અને સિનિયર સિટીઝન સંસ્થા અને અન્ય ઘણી બધી સંસ્થામાં સેવા આપી માર્ગદર્શન કરી હમેશા કાર્યરત રહેતા *મહાલે* સાહેબ અને મુંબઈ, સુરત, ભરૂચ, અમદાવાદ થી પધારેલ મહેમાનોને અને પદાધિકારીઓ ગુજરા સમાજ, સોરઠીયા સમાજ, મેઘવાળ સમાજ, ના મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ, બહેનો ની હાજરીમાં પ્રથમ કલાકારો દ્વારા મનોરંજન કાર્યક્રમ અને આમંત્રિત મહાનુભાવો દ્વારા બુદ્ધ, રોહીદાસ, આંબેડકર, શિવાજી મહારાજ ની પ્રતિમા ને માળા અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.
*સંત શિરોમણી શ્રી રોહીદાસ વંશી સમસ્ત ગુજરા સમાજ ની નવીન બંધારણ પુસ્તિકા વિમોચન કરવામાં આવ્યું હતું.* આ પ્રસંગે મંચસ્થ સ્થાને બંધારણ પુસ્તિકા વિમોચન કાર્યક્રમ ના વિમોચનકર્તા *સન્માનીય સિનિયર એડવોકેટ શ્રી મહાલે સાહેબ* પોતાની આગવી શૈલી માં સમાજ શું છે સંત રોહીદાસ, ભગવાન બુધ્ધ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, શિવાજી મહારાજ તેમજ અન્ય સમાજ સુધારકો ના દાખલા ઓ આપી સમાજ ની સામાજિક એકતા જાળવવા માટે સમાજના પદાધિકારીઓ અને ઉપસ્થિત સર્વે ભાઈ, બહેનો અને નવયુવાન ને શિખામણ આપતું હૃદય સ્પર્શી વાત કરતું ઉમદા વક્તવ્ય પોતાના પ્રમુખ સ્થાનેથી આપ્યું હતું.. સાથે બંધારણ સભાના પ્રમુખ શ્રી મનીષભાઈ સોલંકી, સોરઠીયા સમાજના શ્રી વિજયભાઈ કંટારિયા, શ્રી જીવરાજભાઈ રાઠોડ, સુરત ના શ્રી રામજીભાઈ ડોડીયા, ભરૂચના શ્રી પરેશભાઈ મેવાડા, મુંબઈ, શ્રી મનુભાઈ પરમાર પ્રમુખ સુરત શહેર, શ્રી પ્રેમજીભાઈ ગોહિલ મહામંત્રી અમદાવાદ, શ્રી મફતભાઈ ચૌહાણ મેઘવાળ સમાજ મુંબઈ, શ્રી પ્રવીણભાઈ પડાયા મુંબઈ મેઘવાળ પંચાયત (CWC) ઉપપ્રમુખ શ્રી હેમંતભાઈ મકવાણા મહાલક્ષ્મી મેઘવાળ પંચાયત મુંબઈ તેમજ મેઘવાળ સમાજ અને વઢિયાર, પરજીયા સમાજ ના મહાનુભાવે પોતાના વિચારો ગુજરા સમાજ બંધારણ પુસ્તિકા વિમોચન મંચ ઉપર ઉમદા અને એકતા વિચારો રજૂ કર્યા હતા.... આ બંધારણ પુસ્તિકા વિમોચન કાર્યક્રમ ના સમગ્ર કાર્યક્રમનું સૂત્ર સંચાલન નવયુવાન શ્રી વિજયભાઈ મેવાડા એ પોતાની આગવી શૈલી ખુબજ સુંદર રીતે પાર પાડ્યું હતું અને આ સુંદર સફળ કાર્યક્રમનો આભારવિધિ સંત શિરોમણી શ્રી રોહીદાસ વંશી સમસ્ત ગુજરા સમાજ બંધારણ સભા ના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ગોવર્ધનભાઈ ગોહિલ ના ઓ પોતાની આગવી છટા થી નવીન બંધારણ પુસ્તિકા ના મુખપૃષ્ઠ થી અંતિમ પુષ્ટ નું વિવરણ કરી બતાવી ઉપસ્થિત સૌ કોઈનો અંત: કરણ અને કાર્યક્રમ ને સફળ બનાવવા અને પ્રસંગમાં પોતાનો કિંમતી અને અમૂલ્ય સમય આપી કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ આભાર પ્રગટ કર્યો અને સૌએ સાથે મળી સમૂહ પ્રીતિ ભોજન કરી હળવી પળો માં વાતો કરી છુટા પડ્યા હતા. આ કાર્યક્રમ માં બંધારણ પ્રમુખ ને સાથ આપ તમામ નવયુવાનો, વડીલો, માતા બહેનો ની ભૂમિકા મહત્વની રહી તે તમામનો આભારી અને ધન્યવાદ ને પાત્ર છે.
ખાસ તો આ કાર્યક્રમ ને સફળ બનાવવા મુંબઈ શહેરના શ્રી વિજય મેવાડા, હિંમત સોલંકી, સંજય મકવાણા, પ્રકાશ મકવાણા, ધર્મેન્દ્ર મકવાણા, કૈલાશ મકવાણા, સુનીલ મેવાડા, પ્રવીણ માવજી મકવાણા, મુકેશ મકવાણા, બિપિન કારેલિયા, જેઓ એ એક અઠવાડિયાથી જહેમત ઉઠાવી સમાજ અને ઇતર સમાજના આગેવાનો ને આમંત્રણ પત્રિકા આપવા અને સમગ્ર કાર્યક્રમનું અદભૂત પૂર્વ આયોજન કરી આ કાર્યક્રમ ને ભવ્ય થી ભવ્ય બનાવી ગુજરા સમાજ ની જે આન, બાન અને શાન વધારી તેમજ ઞુજરા સમાજ કીર્તિ અને સુવાસ ધી રેલવે ઇન્સ્ટિટ્યૂટ સભાગૃહ લોઅર પરેલ હોલ અને સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ફેલાવી તે સૌ યુવાનો નો આભાર, ધન્યવાદ, અને દિલ થી ખૂબખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અંતમાં રાષ્ટ્ર ગીત સભાગૃહ માં પૂરા સનમાન સાથે ગાવામાં આવ્યું અને કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો નું પુષ્પગુચ્છ થી અને મોમેમન્ટો અને સભાગૃહ માં હાજર તમામ માતા બહેનો વડીલો ભાઈઓ નવયુવકો ઉપર ગુલાબની પાખડીઓ સભાગૃહ માં વરસાવી હાજર તમામનું સ્વાગત સનમાન કરવામાં આવ્યું હતું અને ઉષ્માભર્યા અને ઉમંગ અને ઉલ્લાસ સાથે સુખરૂપ સંપન્ન કરવામાં આવ્યો હતો.. હમીરભાઇ શામળિયા, નરેશભાઈ મારુ એ જણાવ્યું હતું
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.