અમરાવતી કેમિસ્ટ હત્યાના આરોપી શાહરૂખ પઠાણ પર જેલના કેદીઓએ કર્યો જીવલેણ હુમલો
- અમરાવતીમાં દવાની દુકાન ચલાવતા ઉમેશ કોલ્હેની 21 જૂનની રાત્રે ઘરે પરત ફરતી વખતે હત્યા કરવામાં આવી હતીમુંબઈ, તા. 27 જુલાઈ 2022, બુધવારમહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં કેમિસ્ટ ઉમેશ કોલ્હે હત્યા કેસના આરોપી શાહરૂખ પઠાણ પર આર્થર રોડ જેલમાં કેટલાક કેદીઓએ હુમલો કર્યો હતો. આ કેદીઓ વિરૂદ્ધ FIR નોંધવામાં આવી છે.તમને જણાવી દઈએ કે, પોલીસ NIAએ આ કેસમાં 7 આરોપીઓની ધરપકડ કરી છે. તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે. હાલમાં તમામ આરોપીઓ આર્થર રોડ જેલમાં બંધ છે.હાલમાં તમામ આરોપીઓ આર્થર રોડ જેલમાં બંધ છે. અહેવાલ અનુસાર, આર્થર રોડ જેલના બેરેક નંબર 7માં બંધ આરોપી શાહરૂખ ખાને નૂપુર શર્માએ આપેલા નિવેદન પર ઉમેશ કોલ્હેની હત્યા અંગે જણાવ્યું હતું ત્યારે બેરેકમાં હાજર અન્ય કેદીઓ કલ્પેશ પટેલ, હેમંત મનેરિયા, અરવિંદ યાદવ, શ્રવણ આવદ અને સંદીપ જાધવે શાહરૂખ ખાન પર હુમલો કર્યો હતો.અમરાવતીમાં દવાની દુકાન ચલાવતા ઉમેશ કોલ્હેની 21 જૂનની રાત્રે ઘરે પરત ફરતી વખતે હત્યા કરવામાં આવી હતી. ઉમેશ કોલ્હે 21 જૂનની રાત્રે દવાની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેમની સાથે તેમની પત્ની પણ હતી. ત્યારે પાછળથી બે બાઈક સવારોએ આવીને તેમનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. આ હત્યા કેસમાં ઈરફાન મુખ્ય આરોપી છે. એવો આરોપ છે કે, કોલ્હેની ભારતીય જનતા પાર્ટી (BJP)ના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માની પ્રોફેટ મોહમ્મદ વિશેની વિવાદાસ્પદ ટિપ્પણીને સમર્થન કરતી પોસ્ટ શેર કરવા બદલ હત્યા કરવામાં આવી હતી. ઉદયપુરની હત્યાની ઘટના સાથે સામ્યતા જોઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ હત્યાની તપાસ NIAને સોંપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.