સમીર પટેલ સહિતના ડાયરેક્ટર્સ પોલીસ સમક્ષ હાજર ન થતા ફરીથી સમન્સ મોકલાશે - At This Time

સમીર પટેલ સહિતના ડાયરેક્ટર્સ પોલીસ સમક્ષ હાજર ન થતા ફરીથી સમન્સ મોકલાશે


અમદાવાદબરવાળા-ધંધુકા લઠ્ઠાકાંડ પ્રકરણમા સૌથી શંકાસ્પદ ભુમિકા ભજવનાર
એમોસ કંપનીના મેનેજીંગ ડારેક્ટર સમીર પટેલ સહિતના ચાર ડાયરેક્ટર્સ અને ફીનાર કંપનીના
સંચાલકોને નિવેદન નોંધાવવા માટે કેસનું સુપરવિઝન કરી રહેલા એસપી નિર્લિપ્ત રાયે નિવેદન
નોંધવા માટે સમન્સ આપવામાં આવ્યા હતા. પંરતું, એમોસ કંપનીના સમીર પટેલ સહિતના ડાયરેક્ટરર્સ હાજર રહ્યા નહોતા.
જ્યારે ફીનાર કંપનીના કર્મચારી લીગલ ટીમ સાથે આવતા કંપનીના ડાયરેક્ટર્સને હાજર રહેવા
માટેનું કહીને પરત મોકલાયા હતા. આમ,
લઠ્ઠાકાંડમાં નિવેદન નોંધાવવા માટે સમીર પટેલ હાજર ન રહેતા  સમગ્ર પ્રકરણમાં તેની ભુમિકા વધુ શંકાના ઘેરાવામાં
આવી છે. ફિનાર કંપનીના ડારેક્ટર્સના બદલે લીગલ ટીમ સાથે માત્ર એક કર્મચારી
નિવેદન માટે આવતા નિર્લિપ્ત રાયે પરત મોકલીને ડાયરેક્ટર્સને હાજર રહેવા સુચના આપીબરવાળા-ધંધુકામાં થયેલા લઠ્ઠાકાંડમાં પોલીસે કેમીકલ લાવનાર આરોપી, બુટલેગરો સામે ગુનો
નોંધ્યો હતો. પરંતુ, જે કંપનીમાંથી
મિથાઇલ આલ્કોહોલ કેમીકલ આવ્યું હતુ તે એમોસ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર સમીર પટેલની
સૌથી શંકાસ્પદ ભુમિકા હતી. જેને સતત એક સપ્તાહ સુધી છાવરીને તેની કંપનીમાંથી કેમીકલ
ચોરી થયાની થિયરી શરૂઆતથી બનાવવામાં આવી હતી. 
જો કે સમીર પટેલ શંકાસ્પદ રીતે ભુગર્ભમાં ઉતરી જતા છેવટે પોલીસને આ કેસની તપાસમાં
એમોસ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર સમીર નલીનભાઇ પટેલ,  પંકજકુમાર
કાંતીલાલ પટેલ, રજીત મહેશભાઇ
ચોકસી અને ચંદુભાઇ ફકીરભાઇ પટેલ તેમજ  ફીનાર
કંપનીના ડાયરક્ટરર્સને નિવેદન નોંધાવવા માટે સમન્સ પાઠવવાની જરૂર પડી હતી. જેમાં સોમવારે
બરવાળા પોલીસ સ્ટેશન ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાય સમક્ષ નિવેદન નોંધાવવા
સવારે ૧૧ વાગે હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ, 
એમોસ કંપનીના સમીર નલીનભાઇ પટેલ કે અન્ય કોઇ ડારેક્ટર્સ નિવેદન
નોંધાવવા માટે આવ્યા નહોતા. જ્યારે ફીનાર કંપનીના સિનિયર ્કર્મચારી લીગલ ટીમ સાથે આવ્યા
હતા. પરંતુ, કેમીકલ સપ્લાયના
વધારાના પુરાવા સાથે કંપનીના સંચાલકોને હાજર રહેવાનું કહીને પરત મોકલી દેવાયા હતા. જ્યારે એમોસના સમીર
પટેસ સહિતના ચાર ડાયરેક્ટર્સને ફરીથી સમન્સ પાઠવવામાં આવશે.એમોસ કંપનીની ગુલબાઇ ટેકરા પાસે પંચવટી સેકન્ડ લેનમાં આવેલી
ઓફિસ ખાતે સમન્સ મોકલવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા મુજબ એમોસ કંપનીના પીપળજ
ખાતેના ગોડાઉન પર  મિથાઇલ આલ્કોહોલ કેમીકલનો
આઠ હજાર જેટલો જથ્થો મળી આવ્યો હતો. જે નિયમ પરવાનગી કરતા વધારે હતો.  સાથેસાથે કેમીકલની ચોરી કરનાર જયેશના નિવેદનમાં
પણ સમીર પટેલની ભુમિકા હોવાનું છતું થયું છે. જેમાં અગાઉ પણ મિથાઇલ કેમીકલનો જથ્થો
શંકાસ્પદ રીતે કંપનીની બહાર મોકલાયાનું બહાર આવ્યું છે. જેથી આ તમામ મુદ્દે નિવેદન
નોંધવાના હતા. આ ઉપરાંત, કેમીકલનો
જથ્થો ચાંગોદર સ્થિત ફીનાર કંપની એમોસમાં મોકલાયો હતો. જેથી તે કંપનીના સંચાલકોને નિવેદન
માટે બોલાવવામાં આવ્યા છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.