રેલવેના ઓડિટ ઓફિસરના બંધ બંગલામાં રૂ.2.14 લાખની ચોરી - At This Time

રેલવેના ઓડિટ ઓફિસરના બંધ બંગલામાં રૂ.2.14 લાખની ચોરી


કોઠી કમ્પાઉન્ડમાં પાંચ દિવસ બંધ મકાનમાં તસ્કર ખાબક્યા

કોઠી કમ્પાઉન્ડ બંગલા નં.116બીની પાછળ રહેતા રમેશભાઇ બાબુભાઇ બારૈયા નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તે કોઠી કમ્પાઉન્ડ વિસ્તારમાં કેબલ કનેક્શનમાં નોકરી કરે છે. જ્યારે પત્ની રેલવેમાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર તરીકે ફરજ બજાવતા પ્રતિકભાઇ રમેશચંદ્રના બંગલામાં ઘરકામ કરે છે. અધિકારી પ્રતિકભાઇ મૂળ ઉત્તરપ્રદેશના હોય અને વતનમાં ભાઇ બીમાર હોવાથી પ્રતિકભાઇ અને તેમના પત્ની સાથે ગત તા.19ની સાંજે વતન ગયા હતા. અધિકારી પ્રતિકભાઇએ બંગલાના આગળના દરવાજાને તાળું માર્યું હતું. જ્યારે બંગલાના દરવાજાને અંદરથી લોક કર્યો હતો.

દરમિયાન રવિવારે સવારે પત્ની અધિકારીના બંગલા પાસે જતા પાછળનો દરવાજો ખુલ્લો હતો. જેથી તે દરવાજાથી અંદર જઇને જોતા ઘરની તમામ ચીજવસ્તુઓ વેરણછેરણ જોવા મળી હતી. અધિકારીના બંગલામાં ચોરી થયાનું માલૂમ પડતા પત્નીએ તુરંત પોતાને ફોન કરી જાણ કરી હતી. જેથી પોતે તુરંત અધિકારીના બંગલે દોડી ગયા હતા. તપાસ કરતા બંધ મકાનના નકૂચા તૂટેલા જોવા મળ્યા હોવાથી અધિકારી પ્રતિકભાઇને જાણ કરી હતી. પ્રતિકભાઇના ભાઇની તબિયત વધારે ખરાબ હોય પોતે તુરંત આવી શકે તેમ ન હોવાથી તેમને તેમના રાજકોટ રહેતા સંબંધીને ફોન કર્યો હતો.

સંબંધી સંતોષકુમાર બંગલે દોડી આવ્યા બાદ રેલવે પોલીસને જાણ કરી હતી. રેલવે પોલીસે પ્રદ્યુમ્નનગર પોલીસને જાણ કરી હતી. અધિકારી પ્રતિકભાઇ સાથે ટેલિફોનિક વાત થયા મુજબ કબાટની તિજોરીમાંથી સોનાનો ચેઇન, સોનાની ઝૂમખી, બે વીંટી, સોનાનો હાર, ચાંદીની ત્રણ પાયલ મળી કુલ રૂ.2.14 લાખની મતાની ચોરી થઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.