બોટાદ શહેરમાં ગઢડા રોડ પર શાળાઓ તમાકુ કે તમાકુનું વેચાણ કરતા વેપારીઓ- ગલ્લાધારકોને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ/રેડની કામગીરી - At This Time

બોટાદ શહેરમાં ગઢડા રોડ પર શાળાઓ તમાકુ કે તમાકુનું વેચાણ કરતા વેપારીઓ- ગલ્લાધારકોને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ/રેડની કામગીરી


(અસરફ જાંગડ દ્વારા)
આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.કે વાગડીયાની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે. તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકોપ્રોડક્ટએક્ટ” (કોટપા-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી શહેરી આરોગ્ય કેન્દ્ર, બોટાદ અંતર્ગત ટાસ્ક ફોર્સ દ્વારા બોટાદ શહેરમાં ગઢડા રોડ પર શાળાઓ પાસે સરપ્રાઈઝ ચેકિંગ/રેડની કામગીરી ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર સહિતના 14 સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી 8 જેટલા દુકાનધારકો પાસેથી રૂ. 8000/-અંકે આઠ હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જેમાં વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે” અને “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુનું વેચાણએ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” એવું લખાણ સાથે નિર્દિષ્ટ આરોગ્ય –વિષયક ચેતવણી સહિતના પોસ્ટર ચોટાડવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.