JKમાં અમિત શાહ કોંગ્રેસ- નેશનલ કોન્ફરન્સ પર વરસ્યા:શાહે કહ્યું- કોંગ્રેસ આતંકીઓના મદદગારોને જેલમાંથી છોડાવવા માંગે છે, જેથી ઘાટીમાં ફરી આતંક ફેલાય - At This Time

JKમાં અમિત શાહ કોંગ્રેસ- નેશનલ કોન્ફરન્સ પર વરસ્યા:શાહે કહ્યું- કોંગ્રેસ આતંકીઓના મદદગારોને જેલમાંથી છોડાવવા માંગે છે, જેથી ઘાટીમાં ફરી આતંક ફેલાય


ગૃહમંત્રી અમિત શાહે શનિવારે જમ્મુના પલૌરામાં જાહેરસભા કરી હતી. વિધાનસભા ચૂંટણી અંગે શાહની આ પ્રથમ રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર ફરીથી ઘાટીમાં આતંક ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. શાહે કહ્યું- કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધન LOC (ભારત-પાકિસ્તાન બોર્ડર) પર વેપાર ફરી શરૂ કરવા માંગે છે. જેથી તેના રૂપિયા આતંકવાદીઓના મદદગારો સુધી પહોંચશે અને વિસ્તારમાં ફરી અશાંતિ ફેલાય. જો કે ભાજપ સરકાર છે ત્યાં સુધી આવું બનશે નહીં. ગૃહમંત્રીએ કહ્યું - હું આજે કહેવા માંગુ છું કે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ વાતચીત નહીં થાય, કોંગ્રેસ જેલમાં બંધ પથ્થરબાજો અને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ લોકોને મુક્ત કરવા માંગે છે, જેથી આતંકવાદીઓ ફરી આતંક ફેલાવી શકે. અમિત શાહના સંબોધનની 3 મોટી વાતો... શાહે કહ્યું- રાજ્યનો દરજ્જો આપાવવા અંગે રાહુલબાબા મૂર્ખ બનાવી રહ્યા છે
શાહે આગળ કહ્યું- નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પાર્ટી કહે છે કે અમે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપીશું. હું અબ્દુલ્લા સાહેબ અને રાહુલ બાબાને પૂછવા માંગુ છું કે, તમે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો કેવી રીતે પાછો અપાવશો? તમે જનતાને મૂર્ખ બનાવી રહ્યા છો કારણ કે માત્ર ભારત સરકાર જ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપી શકે છે. શાહે કહ્યું- અમે જમ્મુ-કાશ્મીરને ભડકે બળવા નહીં દઈએ
અમિત શાહે વધુમાં કહ્યું- નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ અને પીડીપીના લોકો કહે છે કે અમે પહેલા જેવી સિસ્ટમ લાવીશું. શું તમે આ સાથે સહમત છો? જે ઓટોનોમીની વાતે જમ્મુ-કાશ્મીરમાં આગ લગાવી હતી, ખીણમાં 40 હજાર લોકો માર્યા ગયા. તેઓ કહે છે કે, અમે જમ્મુ-કાશ્મીરને ઓટોનોમી આપીશું. હું આજે એમ કહીને જાવ છું કે, કોઈ તાકાત ઓટોનોમીની વાત કરી શકે નહીં. શાહે કહ્યું- પ્રથમ વખત બંધારણ હેઠળ મતદાન
શાહે કહ્યું- આવનારી ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી છે. જ્યારથી દેશ આઝાદ થયો છે. પ્રથમ વખત, બે બંધારણ હેઠળ નહીં પણ ભારતના બંધારણ (જે બાબા સાહેબ આંબેડકર દ્વારા લખવામાં આવ્યું હતું) હેઠળ મતદાન થવા જઈ રહ્યું છે. આખા દેશમાં એક જ વડાપ્રધાન છે, જેને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના લોકો દ્વારા ચૂંટવામાં આવ્યા છે અને તે આપણા પ્રિય નેતા પીએમ મોદી છે . રાહુલ ગાંધીએ J-Kમાં શું કહ્યું હતું?
રાહુલ ગાંધીએ 4 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાંથી રાજ્યનો દરજ્જો છીનવાઈ ગયો છે, પરંતુ અમે તેને પાછો અપાવીશું. રાહુલે કહ્યું હતું કે, '1947 પછી પહેલીવાર કોઈ રાજ્યમાંથી તેમના અધિકારો છીનવાયા છે. જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવો એ માત્ર કોંગ્રેસ પાર્ટી અને નેશનલ કોન્ફરન્સની જવાબદારી નથી, દરેક નાગરિકની જવાબદારી છે. ભાજપ-સંઘ ગમે તે કહે, અમે જમ્મુ-કાશ્મીરના લોકોને તેમના રાજ્યનો દરજ્જો પરત આપવા જઈ રહ્યા છીએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.