ઝરમર વરસાદી માહોલની વચ્ચે, અમદાવાદમાં મેલેરિયા, ડેન્ગ્યૂ સહિત ઝાડા ઉલટી,ટાઈફોઈડનાં કેસમાં ઉછાળો નોંધાયો
અમદાવાદ,મંગળવાર,23
ઓગસ્ટ,2022અમદાવાદમાં સતત ઝરમર વરસી રહેલાં વરસાદી માહોલની વચ્ચે
મેલેરિયા, ડેન્ગ્યૂ
સહિત ઝાડા ઉલટી અને ટાઈફોઈડનાં કેસમાં પણ ઉછાળો નોંધાયો છે.વીસ દિવસમાં
ડેન્ગ્યૂનાં ૧૩૨, મેલેરિયાનાં
૧૨૯ ઉપરાંત ઝાડા ઉલટીનાં ૬૬૦ તેમજ
ટાઈફોઈડનાં ૨૩૯ કેસ નોંધાયા છે.શહેરમાં સીઝનલ વાઈરલ ફિવર તથા શરદી,ખાંસી ધરાવતા
લોકોની સંખ્યામાં પણ વધારો થતાં ખાનગી દવાખાનાઓ તેમજ હોસ્પિટલની ઓ.પી.ડી.માં
દર્દીઓની લાંબી કતાર જોવા મળી રહી છે.આ વર્ષે જુલાઈ મહિનાથી શહેરમાં શરુ થયેલા વરસાદની સાથે
મચ્છર જન્ય અને પાણીજન્ય રોગના દર્દીઓની સંખ્યામાં ખુબ ઝડપથી વધારો થઈ રહયો છે.તેર
ઓગસ્ટ સુધીમાં મેલેરિયાના ૭૯,
ઝેરી મેલેરિયાનાં ૮, ડેન્ગ્યૂનાં
૭૬ તથા ચિકનગુનિયાના ૧૧ કેસ નોંધાયા હતા.જેની તુલનામાં એક સપ્તાહ બાદ વીસ ઓગસ્ટ
સુધીમાં મેલેરિયાનાં ૧૨૯,
ઝેરી મેલેરિયાનાં ૧૫,
ડેન્ગ્યૂનાં ૧૩૨ અને ચિકનગુનિયાનાં ૨૫ કેસ નોંધાયા છે.આ વર્ષે જાન્યુઆરીથી ૨૦
ઓગસ્ટ સુધીમાં મેલેરિયાનાં ૫૬૮,
ઝેરી મેલેરિયાનાં ૨૮,
ડેન્ગ્યૂનાં ૨૫૯ અને ચિકનગુનિયાનાં ૧૬૫ કેસ નોંધાયા છે.
પાણીજન્ય રોગમાં ૧૩ ઓગસ્ટ સુધીમાં ઝાડા ઉલટીનાં ૫૨૧, કમળાનાં ૧૦૯, ટાઈફોઈડનાં ૧૭૨
તથા કોલેરાનાં નવ કેસ નોંધાયા હતા.વીસ ઓગસ્ટ સુધીનાં સપ્તાહમાં ઝાડા ઉલટીનાં ૬૬૦, કમળાનાં ૧૩૫,ટાઈફોઈડનાં ૨૩૯
અને કોલેરાનાં નવ કેસ નોંધાયા હતા.આ વર્ષે જાન્યુઆરીથી વીસ ઓગસ્ટ સુધીમાં ઝાડા
ઉલટીનાં ૪૫૮૧, કમળાનાં
૧૨૭૨, ટાઈફોઈડનાં
૧૩૫૯ અને કોલેરાનાં ૧૯ કેસ નોંધાયા
હતાં.મ્યુનિ.તરફથી પાણીના તપાસ માટે લેવામાં આવતા સેમ્પલ પૈકી ઓગસ્ટ મહિનામાં
પાણીના એક સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે.આ વર્ષે વીસ ઓગસ્ટ સુધીમાં કુલ
૧૧૧૮ પાણીના સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે.ઓગસ્ટ મહિનામાં વીસ ઓગસ્ટ
સુધીમાં પાણીનાં ૩૩ સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.