ધંધુકા શહેરમાં ભાડેથી રહેતા લોકો માટે નવી નિયમાવલી
ધંધુકા શહેરમાં ભાડેથી રહેતા લોકો માટે નવી નિયમાવલી
હવે ભાડુઆતોની નોંધણી ફરજિયાત, માહિતી ન આપનાર માલિકો સામે કાર્યવાહી
અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, હવે ધંધૂકા શહેરમાં ભાડેથી રહેતા લોકોની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. બે દિવસની અંદર પોલીસ સ્ટેશનમાં ભાડુઆતોની માહિતી આપવી નહીં તો માલિકો સામે કડક પગલાં લેવાશે.
નવા નિયમો મુજબ:
ભાડુઆતોની વિગતો બે દિવસની અંદર નજીકની પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવી ફરજિયાત.
માલિકો જો આ નિયમનું પાલન નહીં કરે તો તેમની સામે કાનૂની કાર્યવાહી થશે.
પોલીસ નિષ્ણાતો અનુસાર, આ પગલું શહેરમાં અપરાધ નિવારણ માટે મહત્વપૂર્ણ છે.
પોલીસની ચેતવણી:
અમદાવાદ જીલ્લા ના ધંધુકા પોલીસ સ્ટેશનના અધિકારી આર.જી. ગોહિલે જણાવ્યું કે, "મકાન માલિકો અને ભાડુઆતો બંનેએ નવા નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો કોઈ પણ માહિતી છુપાવશે, તો કડક કાર્યવાહી થશે."
આ પગલાં ધંધૂકામાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
