અમેરિકાનો મોટો નિર્ણય, ભારતના ડિફેન્સ એટેચીને પેન્ટાગોનમાં કોઈ પણ રોક ટોક વગર ગમે ત્યારે પ્રવેશ
નવી દિલ્હી, તા. 17 ઓગસ્ટ, 2022અમેરિકા અને ભારતના ગાઢ બની રહેલા સબંધોમાં વધુ એક સિમાચિન્હરુપ પડાવ જોવા મળ્યો છે.અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે ભારતના ડીફેન્સ એટેચીને કોઈ રોક ટોક વગર પોતાની અભેદ કિલ્લા સમાન ઈમારત પેન્ટાગોનમાં અવર જવર કરવા માટે પરવાનગી આપી દીધી છે.ડીફેન્સ એટેચીની પોસ્ટ એમ્બેસીની સાથે જોડાયેલી હોય છે. આ પોસ્ટ પર જે તે દેશની સરકાર પોતાના સૈન્ય અધિકારીની નિમણૂંક કરતી હોય છે.અમેરિકન એરફોર્સના સેક્રેટરી ફ્રેન્ક કેન્ડાલે કહ્યુ હતુ કે, આ એક બહુ મોટો નિર્ણય છે. કારણકે જો કોઈને એવુ લાગતુ હોય કે પેન્ટાગોનમાં પ્રવેશવુ આસાન છે તો હું કહીં દઉં કે ત્યાં કોઈ પણ વ્યક્તિ એસકોર્ટ વગર પ્રવેશી શકતો નથી.પેન્ટાગોન ઈમારત અમેરિકાના સંરક્ષણ વિભાગનુ હેડક્વાર્ટર છે અને તે વોશિંગ્ટન ડીસી પાસે આવેલુ છે. જેમાં અમેરિકાની ત્રણે સંરક્ષણ પાંખની ઓફિસો છે. અમેરિકાએ તેનુ નિર્માણ 1941 થી 1943ની વચ્ચે કર્યુ હતુ. પેન્ટાગોન ઈમારત પાંચ ખૂણાની ડિઝાઈન ધરાવે છે અને એટલે તેને પેન્ટાગોન કહેવામાં આવે છે.આ ઈમારત માટે જે સાઈટ પસંદ કરવામાં આવી હતી ત્યાંથી નેશનલ ગ્રેવયાર્ડનો વ્યૂ બ્લોક ના થાય તે માટે તેની ઉંચાઈ 77 ફૂટ જ રાખવાનુ નક્કી કરાયુ હતુ.13000 શ્રમિકોએ માત્ર 8 મહિનામાં 83 મિલિયન ડોલરની કિંમતથી આ બિલ્ડિંગ બનાવ્યુ હતુ. જે 29 એકરમાં ફેલાયેલુ છે. તેમાં પાંચ એકરનો પાર્ક પણ છે. અહીંયા 25000 લોકો કામ કરે છે.પેન્ટોગન ઈમારત પર 9-11ના હુમલા દરમિયાન એક વિમાન ક્રેશ થયુ હતુ અને તે વખતે ઈમારતને આંશિક નુકસાન થયુ હતુ. જોકે જાણકારોનુ માનવુ છે કે, ઈમારતની ડિઝાઈનના કારણે જ બિલ્ડિંગ બચી ગયુ હતુ. આ હુમલામાં 120 પેન્ટાગોન કર્મચારીઓના પણ મોત થયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.