ક્રાયોપ્રિઝર્વેશન:અમેરિકન અબજપતિ મૃત્યુ બાદ બૉડી ફ્રીજ કરાવે છે- ભવિષ્યમાં નવું જીવન મળવાની આશા
વિજ્ઞાને એટલી બધી પ્રગતિ કરી લીધી છે કે જેનાથી એવું અનુમાન લગાવાઇ રહ્યું છે કે ભવિષ્યમાં સંશોધકો એવી પદ્ધતિ વિકસાવી લેશે કે જેની મદદથી મૃત્યુ પામેલા લોકોને પણ જીવિત કરી શકાશે. અમેરિકાના અબજપતિઓમાં પણ આવી ધારણાનો વિકાસ થઇ રહ્યો છે. આ સપનાંઓને સાચાં કરવા માટે અમેરિકન અબજપતિઓ અેક ખાસ ક્રાયોપ્રિઝર્વેશન પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે. તો આજે આપણે જાણીએ કે આખરે શું છે આ ક્રાયોપ્રિઝર્વેશન પદ્ધતિ. પે પાલના ફાઉન્ડર પણ પોતાની બૉડી ક્રાયોપ્રિઝર્વ કરાવશે
ક્રાયોપિઝર્વેશન એક એવી પદ્ધતિ છે જેમાં મૃતદેહોને ખૂબ ઓછા તાપમાનમાં લાંબા સમય સુધી રાખવામાં આવે છે. લોકોને એવી આશા કે ભવિષ્યમાં કોઇ એવી ટેક્નોલોજી આવશે જેનાથી તેમને નવજીવન મળશે. એક અભ્યાસ પ્રમાણે આશરે 500 લોકોએ તેમની બૉડી આ પદ્ધતિના માધ્યમથી સુરક્ષિત રખાવી છે. જેમાંથી મોટા ભાગના અમેરિકાના છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે અંદાજિત 5500 લોકો તેમની બૉડી પ્રિઝર્વ કરવાનું વિચારી રહ્યા છે. હાલમાં જ પે પાલના કો-ફાઉન્ડર પીટર થીલે તેમની બૉડી ક્રાયોપ્રિઝર્વ કરવાનો નિર્ણય લીધો છે. બૉડીને -196 ડિગ્રીમાં રખાય છે
ક્રાયોપ્રિઝર્વેશનમાં બૉડીને એવી સ્થિતિમાં લઇ જવામાં આવે છે કે જેમાં બૉડીમાં સડો થવો અને દરેક જૈવિક ગતિવિધિ રોકાઈ જાય છે. ત્યારબાદ બૉડીને વિટ્રિફિકેશનની પ્રકિયામાંથી પસાર કરાય છે. જેમાં મૃત શરીરના લોહીને વિશેષ પ્રકારના સૉલ્યુશનથી બદલવામાં આવે છે, જેથી લોહીમાં બરફના ક્રિસ્ટલ ના બની જાય. જો બરફના ક્રિસ્ટલ બની જવાથી બૉડીની કોશિકા અને ટિશ્યૂને નુકસાન થઇ શકે છે. વિટ્રિફિકેશન પછી બૉડીને ફરી -196 ડિગ્રી તાપમાનમાં લઇ જવાય છે. જેના બાદ બૉડીને લિક્વિડ નાઇટ્રોજનથી ભરેલા વેક્યૂમ ઇન્સ્યુલેટેડ કન્ટેનરમાં રાખી ભવિષ્ય માટે સ્ટોર કરાશે. બૉડીનું ધ્યાન રાખવા માટે ટ્રસ્ટનું નિર્માણ
અમેરિકાનનું એલ્કોર લાઇફ એક્સટેન્શન સમગ્ર બૉડી પ્રિઝર્વ કરવા માટે આશરે રૂ.1.67 કરોડ ચાર્જ લે છે. માત્ર મગજને પ્રિઝર્વ કરવા માટે રૂ.66 લાખ આપવા પડે છે. સાથે જ આ ફાઉન્ડેશને એક રિવાઇવલ ટ્રસ્ટ પણ બનાવી રાખ્યું છે. આ ટ્રસ્ટ ફરી નવજીવન મેળવવાની પ્રાર્થના કરનાર લોકો માટે રૂપિયાની વ્યવસ્થા કરે છે. આ રૂપિયાથી પ્રિઝર્વ બૉડીની દેખરેખ રખાય છે. બૉડી પુન:જીવિત થવાથી તેમને પણ થોડીક રકમ આપવામાં આવશે. મિશિગનના એક રિટાયર્ડ હૉસ્પિટલ એક્ઝિક્યુટિવ કહે છે કે હું આ સમસ્યાથી છુટકારો મેળવવા માગું છું અેટલા માટે હું આ ફાઉન્ડેશનને રૂ.83 લાખની મદદ કરવા જઇ રહ્યો છું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.