એક જ ઝાટકે અબજોપતિ બની જશે નમિતા થાપર:એમક્યોર ફાર્માસ્યુટિકલ કંપનીના IPOથી શાર્ક ટેન્ક જ 127 કરોડથી વધુની કમાણી કરશે - At This Time

એક જ ઝાટકે અબજોપતિ બની જશે નમિતા થાપર:એમક્યોર ફાર્માસ્યુટિકલ કંપનીના IPOથી શાર્ક ટેન્ક જ 127 કરોડથી વધુની કમાણી કરશે


ફાર્માસ્યુટિકલ કંપની એમક્યોર ફાર્માનો IPO આજથી ખૂલ્યો છે. શાર્ક ટેન્ક ઈન્ડિયાની જજ નમિતા થાપરને આ આઈપીઓથી જંગી આવક થશે અને તેની સંપત્તિમાં જબરદસ્ત વધારો થશે. ગણતરી મુજબ નમિતા થાપર આ IPOથી લગભગ 127 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે, એટલે કે આ IPOથી તેની સંપત્તિમાં 127 કરોડ રૂપિયાનો વધારો થવાનો છે. આજથી ખૂલેલા આ IPO 5 જુલાઈ સુધી બિડિંગ માટે ખુલ્લો રહેશે. આ IPO દ્વારા નમિતા થાપર ફાર્માસ્યુટિકલ કંપની એમક્યોર ફાર્મામાં પોતાનો હિસ્સો પણ ઘટાડવા જઈ રહી છે. IPO દસ્તાવેજો અનુસાર, નમિતા થાપર આ ઈસ્યુમાં ઓફર ફોર સેલમાં તેના શેરમાંથી લગભગ 12.68 લાખ શેર વેચવા જઈ રહી છે. તેની પાસે એમક્યોર ફાર્માના લગભગ 63 લાખ શેર છે, જે 3.5 ટકા હિસ્સાની સમકક્ષ છે. એક શેરદીઠ 1000 હજાર રૂપિયાથી વધુનો નફો થશે
એમક્યોર ફાર્માસ્યુટિકલના IPO હેઠળ કંપનીએ રૂ.960થી રૂ.1,008ની પ્રાઇસબેન્ડ નક્કી કરી છે. જો આપણે અપર પ્રાઇસબેન્ડ પર નજર કરીએ તો થાપર 12.68 લાખ શેર વેચીને અંદાજે રૂ.127.81 કરોડ મેળવી શકે છે. નમિતા થાપરે એમક્યોર ફાર્માના શેર માત્ર રૂ. 3.44 પ્રતિ યુનિટના ભાવે ખરીદ્યા હતા. એનો અર્થ એ છે કે તે દરેક શેર પર રૂ.1,000થી વધુનો નફો કરશે. જો આપણે આ IPOમાં શેર વેચીને નમિતા થાપર દ્વારા થયેલા નફાની કુલ રકમની વાત કરીએ તો ગણતરી બાદ એનો આંકડો 127.37 કરોડ રૂપિયા આવે છે, જ્યારે વેચવામાં આવતા શેર પરના રોકાણનું મૂલ્ય 43.62 લાખ રૂપિયા થાય છે. એમક્યોર ફાર્મા કંપનીમાં ત્રણ દિવસ સુધી પૈસા રોકી શકાય છે. આ IPOની ઈસ્યુ સાઈઝ 1900 કરોડ રૂપિયાથી વધુની છે અને જો તમારા ખિસ્સામાં 14,000 રૂપિયા છે તો તમે આ કંપનીના નફામાં ભાગીદાર બની શકો છો. 1952 કરોડ એકત્ર કરવાની યોજના
બિઝનેસવુમન નમિતા થાપર પ્રખ્યાત બિઝનેસ શો શાર્ક ટેન્ક ઈન્ડિયામાં જજ તરીકે જોવા મળી હતી. IPO (નમિતા થાપર IPO) આજે 3 જુલાઈ 2024ના રોજ ખૂલ્યો છે. આમાં 5 જુલાઈ સુધી નાણાંનું રોકાણ કરી શકાય છે, એમક્યોર ફાર્માનો IPO રૂ.1,952.03 કરોડનો છે. આ દ્વારા કંપની (OFS) રૂ. 800 કરોડના નવા શેર અને 1,14,28,839 ઇક્વિટી શેર ઓફર કરી રહી છે. 5મી જુલાઈના રોજ બંધ થયા પછી 8મી જુલાઈએ શેરની ફાળવણી થશે અને શેરબજારમાં એના શેરનું લિસ્ટિંગ 10મી જુલાઈએ થઈ શકે છે. આઈપીઓ ખૂલતાં પહેલાં જ આ રકમ એકત્ર કરવામાં આવી
આ IPO છેલ્લા ટ્રેડિંગ દિવસે મંગળવારે એન્કર રોકાણકારો માટે ખોલવામાં આવ્યો હતો અને આ એન્કર રોકાણકારો દ્વારા કંપનીએ રૂ. 582 કરોડ એકત્ર કર્યા છે. એમક્યોર ફાર્મા IPOની પ્રાઇસબેન્ડ 960-1,008 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. એકંદરે કંપની આ IPO દ્વારા રૂ. 10ની ફેસ વેલ્યુ સાથે 19,365,346 શેર વેચશે. કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટેડ થશે. કંપનીના કર્મચારીઓને રોકાણ પર પ્રતિ શેર 90 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ રીતે તમે પ્રોફિટ શેરર બની શકો છો
હવે આપણે નમિતા થાપરની કંપનીમાં ભાગીદાર બનવાની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે એમક્યોર ફાર્મા આઈપીઓ હેઠળ 14 શેરની લોટ સાઈઝ નક્કી કરવામાં આવી છે, એટલે કે રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 14 શેર માટે બિડ કરવી પડશે અને પ્રતિ શેર 14,112 રૂપિયાનું રોકાણ કરવું પડશે,. એટલે કે જો તમને આટલી રકમનું રોકાણ કર્યા પછી કંપનીના ભાવિ નફામાં તમારો હિસ્સો પણ હશે. કંપનીના ઈસ્યુ હેઠળ રોકાણકારો વધુમાં વધુ 14 લોટ માટે બિડ કરી શકે છે, એટલે કે તેમણે 196 શેર ખરીદવા પડશે અને આ માટે તેમણે 1,97,568 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે sNIIએ ઓછામાં ઓછા 15 લોટ એટલે કે રૂ.211,680નું રોકાણ કરવું પડશે, જ્યારે bNIIએ 71 લોટ માટે રૂ.1,001,952નું રોકાણ કરવું પડશે. કંપની શું કરે છે?
1981માં સ્થપાયેલી એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ એ એક ભારતીય કંપની છે, જે વૈશ્વિક સ્તરે ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની વિશાળ શ્રેણીના મુખ્ય ઉપચારાત્મક ક્ષેત્રોમાં વિકાસ, ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે. એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ ભારતમાં 13 ઉત્પાદન સેવાઓ ધરાવે છે. એમક્યોર ફાર્માએ 31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં રૂ. 6,715.24 કરોડની આવક પર રૂ. 527.58 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. નાણાકીય વર્ષ 2022-23 માટે કંપનીનો ચોખ્ખો નફો રૂ. 6,031.72 કરોડની આવક સાથે રૂ. 561.85 કરોડ હતો. શાર્ક ટેન્કની જજ પાસે 50 કરોડનું ઘર... શાર્ક ટેન્ક જજ નમિતા થાપર એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેમના પિતાએ આ બિઝનેસ શરૂ કર્યો હતો. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં નમિતાએ જણાવ્યું હતું કે એમક્યોર ફાર્મા ટૂંક સમયમાં ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (D2C) સેવા શરૂ કરવા જઈ રહી છે. આ પછી સામાન્ય લોકો કંપનીની પ્રોડક્ટ્સ ખરીદી શકશે. અત્યારસુધી માત્ર ડોક્ટરો જ તેમની કંપનીનાં ઉત્પાદનો ખરીદી શકતા હતા. નમિતા શાર્ક ટેન્કની ત્રણેય સિઝનમાં જજ રહી ચૂકી છે. દરેક સિઝનમાં તે પોતાની લક્ઝરી લાઈફ માટે હેડલાઈન્સમાં રહી છે. શાર્ક ટેન્કની પ્રથમ સિઝનમાં તેણે 25 સ્ટાર્ટઅપ્સમાં રૂ. 10 કરોડનું રોકાણ કર્યું હતું. શાર્ક ટેન્કની બીજી સિઝનમાં તેમે સૌથી વધુ 19 કરોડ 4 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમ છતાં તેની પ્રખ્યાત પંક્તિ - 'જુઓ, મારી પાસે આ ક્ષેત્રમાં કોઈ નિપુણતા નથી, તેથી હું બહાર છું', સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. 50 કરોડ રૂપિયાના ઘરમાં રહે છે નમિતા થાપર નમિતા તેના પરિવાર સાથે પુણેમાં રહે છે. તેની પાસે પુણેમાં 5000 ચોરસ ફૂટનું આલીશાન ઘર છે. 2021માં આ ઘરની કિંમત 50 કરોડ રૂપિયાથી વધુ હતી. ઘરના આંતરિક ભાગમાં ન્યૂટ્રલ કલર પેલેટ છે, જેમાં બેજ, ક્રીમ અને સફેદ રંગનું કોમ્બિનેશન છે. આ સિવાય આખા ઘરમાં આધુનિક શૈલીનું ફર્નિચર અને ઘણાં જૂનાં ચિત્રો છે. તેને પ્રકૃતિ સાથે ખૂબ લગાવ છે, આ કારણે તેણે પોતાના ઘરમાં અનેક પ્રકારના છોડ લગાવ્યા છે. તેણે ઘરની રચના એવી રીતે રાખી છે કે તે આંખોને ઠંડક આપે છે. તેના ઘરમાં હળવા રંગના પેઇન્ટ અને વૉલપેપરનો વધુ ઉપયોગ કરાયો છે, એનાથી દીવાલોને રોયલ લુક મળે છે. 2 લાખનાં સેન્ડલ પહેરે છે નમિતા થાપર
નમિતા થાપર હંમેશાં અનોખાં અને મોંઘાં ફૂટવેર પહેરે છે. શાર્ક ટેન્ક ઇન્ડિયા સિઝન 1માં તેણે ઇટાલિયન બ્રાન્ડ 'સેન્ટ લોરેન્ટ ઓપિયમ'ની હીલ્સ પહેર્યા હતા. એની કિંમત 1-2 લાખ રૂપિયા છે. શાર્ક ટેન્કની બીજી સિઝનમાં તે 'ડોલ્સે એન્ડ ગબ્બાના' હીલ્સમાં જોવા મળી હતી. ત્રીજી સિઝનમાં તે 'કેબરેટ' હીલ્સ પહેરેલી જોવા મળી હતી, એમાં પેટન્ટ લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે એની કિંમત પણ લાખોમાં છે. ખાસ ઈવેન્ટ્સમાં નમિતા 'બાલમેન હીલ્સ' પહેરે છે, જેની કિંમત 1 લાખ 55 હજારથી વધુ છે. નમિતા થાપર પાસે 2 કરોડ રૂપિયાની કાર
એડવેન્ચરની શોખીન નમિતા પાસે BMW X7 છે, જેની કિંમત 2 કરોડથી વધુ છે. આ સિવાય તેની પાસે Mercedes-Benz GLE અને Audi Q7 છે. તે મોટે ભાગે ફ્લાઇટમાં જ મુસાફરી કરે છે. 2007માં તે ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર તરીકે એમક્યોર ફાર્માસ્યુટિકલ્સમાં જોડાઈ. 2021માં નમિતાની દેખરેખ હેઠળ એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ કંપનીનું ટર્નઓવર 6 હજાર કરોડ રૂપિયાને પાર કરી ગયું. 2017માં ઈકોનોમિક ટાઈમ્સે તેને 'વુમન અહેડ લિસ્ટ'માં સામેલ કરી હતી. બાર્કલેઝ હુરુને નેક્સ્ટ જનરેશન લીડર તરીકે ઓળખ આપી. તેને ધ ઈકોનોમિક ટાઈમ્સ તરફથી '40 અંડર ફોર્ટી' એવોર્ડ સાથે વર્લ્ડ વુમન લીડરશિપ કોંગ્રેસ સુપર અચીવર એવોર્ડ પણ મળ્યો હતો. મોંઘા ટેલર પેન્ટ સૂટનું કલેક્શન નમિતા થાપર પોતાની ઈન્ડસ્ટ્રી પ્રમાણે કપડાં પહેરે છે. તેના પોશાકમાં વેલ ટેલર પેન્ટ સૂટનો સમાવેશ થાય છે. તેને માજે, ઇરો, સેન્ડ્રો, પાઉલ, એલિસ અને ઓલિવિયા માર્ચેસા જેવી વિદેશી બ્રાન્ડનાં કપડાં પહેરવાનું પસંદ છે. આ કપડાંની પ્રારંભિક કિંમત 1 લાખ 60 હજાર રૂપિયા છે. નમિતા ખાસ પ્રસંગોએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરે છે. આ ડ્રેસ અનામિકા ખન્નાએ ડિઝાઇન કરે છે. તેના એક લહેંગાની કિંમત 4 લાખ રૂપિયા છે. એટલું જ નહીં, નમિતા મેકઅપ માટે શુગર કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. તેને ડાર્ક લિપસ્ટિક પસંદ છે. શુગર કોસ્મેટિક્સની માલિકી તેની મિત્ર અને શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ વિનીતા સિંહની છે. બ્રાન્ડેડ જ્વેલરીની શોખીન નમિતા નમિતા થાપર તેના આઉટફિટ પ્રમાણે જ્વેલરી પહેરે છે. તેના કલેક્શનમાં ઈશારા જ્વેલરી, રુબન્સ જ્વેલરી અને યુરુમ જ્વેલરી જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે. આ જ્વેલરીની કિંમત 2 લાખથી 40 લાખ રૂપિયા સુધીની છે. તેને લાઇટ જ્વેલરી પસંદ છે. તેને ઇયરિંગ્સનો પણ શોખ છે. તે ઘણીવાર અલગ-અલગ પ્રસંગોએ ઇયરિંગ્સ સાથે જોવા મળી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.