AMC સંચાલિત 4 સ્માર્ટ સ્કૂલોનું કેન્દ્રિત ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું, સ્માર્ટ સ્કૂલો વિવિધ સુવિધાઓથી સજ્જ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે અમદાવાદમાં 4 સ્માર્ટ સ્કૂલોનું અમિત શાહે કર્યું ઉદ્ઘાટન. ગૃહમંત્રી અમિત શાહે AMC સંચાલિત 4 સ્માર્ટ સ્કૂલોમાં નારણપુરા, શાળા નંબર-6, ઘાટલોડિયા શાળા નંબર-2 વાડજની ગાંધીનગર શાળા, નંબર-2 અને થલતેજની શાળા નંબર-2નું ઉદ્ઘાટન કર્યું છે.આ સ્માર્ટ સ્કૂલો વિવિધ સુવિધાઓથી સજ્જ છે. મહત્વનું છે કે, સામાન્ય વર્ગના બાળકો પણ આ સ્માર્ટ શાળામાં અભ્યાસ કરી શકશે. ક્રોમ બુક, ફાયર સેફટીના સાધનોથી સજ્જ સ્કૂલ, CCTV કેમેરા, લોકરની સુવિધા, પ્રોજેક્ટર, ગણિત, વિજ્ઞાન અને જુદી જુદી આધુનિક લેબ પ્રી-એજ્યુકેશનલ કીટ, 3D એજ્યુકેશનલ ચાર્ટ, અભ્યાસ માટે જરૂરી વર્કિંગ મોડેલ ડીજીટલ પ્લેનેટોરીયમ, ફ્યુચર ક્લાસરૂમ, કોલ્સ સીલીંગ, મલ્ટીપ્લે સ્ટેશન અને આઉટડોર રબર મેટ ફ્રેન્સી બેન્ચ, ઇન્ડોર મેટ વ્હાઈટ બોર્ડ, સ્પોર્ટ્સ કીટ જેવી અનેક સુવિધાઓથી સજ્જ છે આ સ્કૂલ તદુપરાંત તેઓ કાંકરિયા પાસેના ટ્રાન્સસ્ટેડિયામાં છઠ્ઠી અખિલ ભારતીય પ્રિઝન ડ્યુટી મીટમાં હાજરી આપશે. એ સિવાય સાંજે 36મી નેશનલ ગેમ્સ 2022ના કાર્યક્રમમાં હાજરી આપશે અને મેસ્કોટનું અનાવરણ કરશે. નેશનલ ગેમ્સની એન્થમ લોન્ચ કરશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 36માં રાષ્ટ્રીય રમતોત્સવના મૅસ્કોટનું અનાવરણ કરશે. ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન રમાનારી 36મી નેશનલ ગેમ્સનું ઍન્થમ લૉન્ચ કરાશે આ સમારોહમાં નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લૉન્ચ કરાશે. 36મી નેશનલ ગેઈમ્સ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે વિવિધ પ્રકારની 36 રમતોમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20 હજાર જેટલાં રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ ભાગ લેશે 36મી નેશનલ ગેઈમ્સના ભવ્યાતિભવ્ય આયોજન પહેલાં મેસ્કોટ અને એન્થમ લોન્ચિંગનો ભવ્ય રંગારંગ સમારોહ અમદાવાદના વિશાળ ટ્રાન્સસ્ટેડિયમ ખાતે આજે સાંજે 6.00 કલાકે યોજાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.