અંબાજી ગુરૃ પૂર્ણિમા પૂનમે હજારો માઈભક્તોએ માંના ચરણોમાં શિષ ઝુકાવ્યા
અંબાજી,તા.13યાત્રાધામ અંબાજીમાં આજે ગુરૃ પૂર્ણિમા પૂનમ હોઈ અને આ
દિવસે ગુરૃઓનું સવિશેષ મહત્વ હોઈ વહેલી સવારથી જ યાત્રિકોનો ભારે ધસારો જોવા મળતો
હતો. યાત્રિકો સરળતાથી દર્શન કરી શકે તેવી વય્વસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી
હતી.
ગુરૃ પૂર્ણિમા પૂનમ નિમિત્તે જગત જનની માં અંબાના દર્શન
કરવા યાત્રિકોનો વહેલી સવારથી જ ધસારો જોવા મળ્યો હતો. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર
પૂનમ વખતે યાત્રિકો સરળતાથી દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે
છે.યાત્રિકો સરળતાથી દર્શન કરી શકતા નજરે પડતા હતા તથા પ્રસાદી માટે પણ કોઈ
મુશ્કેલીઓ વેઠવી પડી ન હતી. યાત્રાધામમાં બે દિવસથી મેઘરાજા મન મુકીને વરસવાના
કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં યાત્રિકોએ અંબાજી સહિત ગબ્બર પર્વત કે જ્યાં માં
અંબાનું મૂળસ્થાન ગણાય છે. કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતાં યાત્રિકોએ માંના
દર્શન કરી ગબ્બર પર્વતનો અદભૂત નજારો નિહાળી પ્રસન્ન થયાહતા. ગબ્બર પર્વત ઉપર પણ
યાત્રિકોનો ધસારો જોવા મળતો હતો. અંબાજીના બજારોમાં પણ યાત્રિકોનો વધુ પ્રવાહ જોવા
મળતો હતો. મંદિર સંચાલિત અંબિકા ભોજનાલયમાં પણ મોટી સંખ્યામાં યાત્રિકોએ ભોજનરૃપી
પ્રસાદ આરોગવાનો લ્હાવો લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.