ટ્રાફિક પોલીસની સરાહનીય સન્માનિત કામગીરી : ચાલુ કારે બેગ પડી જતા મૂળ માલિકને શોધી બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ જવાન દ્વારા પરત કરાઈ - At This Time

ટ્રાફિક પોલીસની સરાહનીય સન્માનિત કામગીરી : ચાલુ કારે બેગ પડી જતા મૂળ માલિકને શોધી બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ જવાન દ્વારા પરત કરાઈ


(રિપોર્ટ અસરફ જાંગડ)
બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસના પી.એસ.આઇ એ.એમ.રાવલ સહિત ની ટીમ બોટાદ જિલ્લાના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે બરવાળા તાલુકામાં પેટ્રોલિંગ કરી હતી,તે દરમિયાન બરવાળા-પોલારપુર હાઇવે રોડ ઉપર એક વાહન ચાલકની બેગ રોડ ઉપર પડી ગઈ હતી, ત્યાર બાદ ત્યાંથી જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડી પસાર થતા ટ્રાફિક પોલીસે ગાડી ઉભી રાખીને બેગ લઈને તપાસ કરી ગાડીના નંબર ઉપરથી નામ સરનામું ફોન નંબર મેળવીબેગમાં જરૂરીયાત સામાન સાથે બારડોલી તાપીના હરેશ પટેલ બેગના‌ મૂળ માલિક હતા, એમને શોધીને આ બેગ પરત આપતાબેગના મૂળ માલિકને આ બેગ પરત મળતા તેઓએ બોટાદજિલ્લા ટ્રાફિક પોલીસની આ પ્રશંસનીય અને માનવતાવાદીકામગીરીને બિરદાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.