મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગની સરાહનીય કામગીરી
મહીસાગર જિલ્લાની માર્ગ અને મકાન વિભાગ લુણાવાડાની કચેરી હસ્તક કુલ ૬૮ રસ્તાઓ આવેલ છે. જેની કુલ લંબાઈ ૬૦૫.૨૨ કિ.મી. છે. ઉપરોકત રસ્તાઓ પૈકી છેલ્લા ૪-૫ દિવસમાં ભારેથી અતિભારે તેમજ સતત વરસાદના કારણે એક રાજયધોરી માર્ગ પર પાણી ઓવરટોપ થવાના કારણે રસ્તો બંધ થયેલ હતો. જે તા.૨૭/૦૮/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ટ્રાફીક માટે ઓપન કરવામાં આવેલ તેમજ રસ્તાને જરૂરીયાત મુજબ રીસ્ટોરેશન કરી ટ્રાફીકેબલ કરવામાં આવેલ છે.ચાલુ ચોમાસામાં રાજય વિભાગ હસ્તકના કુલ ૬૮ રસ્તાઓ પૈકી ૩૪ રસ્તાઓને નુકશાન થયેલ છે. જેમાં હાલમાં રસ્તાની ડામર સપાટીને તેમજ સાઈડ સોલ્ડર્સને નુકશાન થયેલ છે તેમજ કેટલાક રસ્તાઓ પર વૃક્ષ પડી જવાથી જે.સી.બી. થી તાત્કાલિક વૃક્ષ દુર કરાવી રસ્તાઓને વાહન વ્યવહાર યોગ્ય કરેલ છે. ઉપરોકત ૩૪ રસ્તાઓને ૨૬.૩૫ કિ.મી.ની લંબાઈમાં ડામર સપાટીને નુકશાન થયેલ છે. તે રસ્તાઓ પૈકી ૧૨ રસ્તાઓ પર હાલમાં મેટલપેચ, વેટમીક્ષની કામગીરી પ્રગતિ હેઠળ હોઈ બાકી રહેતી કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેમજ વરસાદ બંધ થયે ડ્રાયસ્પેલ મળ્યેથી હોટમીક્ષ પ્લાન્ટ ચાલુ કરી ડામર પેચની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવશે.હાલમાં વિભાગ હેઠળ તા. ૩૦/૦૮/૨૦૨૪ ના રોજ કુલ ૬૭ મજુરો, ૯ જેસીબી, ૧૪ ટ્રેકટર, ૧-ડમ્પર, ૧-રોલર જેવી વિવિધ મશીનરીઓ મરામતની કામગીરી અર્થે જુદા જુદા રસ્તાઓ પર કાર્યરત છે. આજદિન સુધી ૧૫૦.૦૦ મે.ટન મેટલ, વેટમીક્ષ મટીરીયલથી રસ્તાના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે તેમજ ૧૦.૦૦ મે.ટન કોલ્ડમીક્ષ મટીરીયલથી મરામતની કામગીરી હાથ ધરેલ છે.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.