શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ : ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની -રાજકોટ શહેરની સરકારી પ્રાથમિક શાળાનો શાળા પ્રવેશ: કુમકુમ પગલા એક વર્ષ સુધી શાળામાં સાચવી રખાશે-ધારાસભ્યશ્રી રમેશભાઇ ટીલાળાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો - At This Time

શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ : ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની -રાજકોટ શહેરની સરકારી પ્રાથમિક શાળાનો શાળા પ્રવેશ: કુમકુમ પગલા એક વર્ષ સુધી શાળામાં સાચવી રખાશે-ધારાસભ્યશ્રી રમેશભાઇ ટીલાળાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો


રાજકોટ તા. ૨૯ જૂન - સમગ્ર ગુજરાત રાજયમાં 'ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની.....' થીમ સાથે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ૨૧ મી શૃંખલાનો પ્રારંભ કરાયો છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,રાજકોટ સંચાલિત શ્રી પંડીત દીનદયાળજી પ્રાથમિક શાળા નં.૬૫ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી રમેશભાઇ ટીલાળા સહિતના ઉપસ્થિત મહમનુભાવોઓનું શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કુમકુમ તિલક અને પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાલવાટીકા અને ધોરણ ૧ માં નવા પ્રવેશ મેળવનાર નાના ભુલકાઓને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો.આ અંતર્ગત નાના ભુલકાઓના કમકુમ પગલા કરાવીને તેમને શાળામાં પ્રવેશ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓના કંકુ પગલા શાળાની દિવાલ પર આવતા વર્ષના પ્રવેશોત્સવ સુધી યાદગીરી રૂપે રાખવામાં આવશે.
શાળામાં સમગ્ર શિક્ષા અંતર્ગત ફાળવવામાં આવેલ ૧૫ કોમ્પ્યુટર તથા ૩ સ્માર્ટ બોર્ડ સાથેની લેબનું ધારાસભ્યશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતું આ બાળકોને દફ્તર,પાણીની બોટલ અને સરકારશ્રી દ્વારા વિનામુલ્યે આપવામાં આવતા શૈક્ષણિક પાઠ્યપુસ્તકોનું પણ મહેમાનો ના હસ્તે વિતરણ કરવામાં આવ્યુ.મહેમાનોના હસ્તે NMMS અને CET પ્રવેશ પરીક્ષામાં ઉતીર્ણ શાળાના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. શાળામાં વ્રુક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવ પ્રસંગે શાળામાં અગ્રણી શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શ્રી નરેંદ્રસિંહ ઠાકુર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય શ્રી જયદીપભાઇ જલુ, ડેપ્યુટી કમીશ્નર શ્રી હર્શદભાઇ પટેલ, શાળાના આચાર્ય શ્રી સુશાંતભાઇ સિદ્ધપરા, અગ્રણી શ્રી મહેશભાઇ મિયાત્રા, શ્રી માણસુરભાઇ વાળા અને કેશ્રી યુરભાઇ મશરૂ, શ્રી વૈશાલીબેન મહેતા, શેર વિથ સ્માઇલ NGOના પ્રેસીડેન્ટ શ્રી કપીલભાઇ પંડ્યા, ઓજસ્વિની ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ શ્રી હેમલબેન દવે શ્રી સુરભીબેન આચાર્ય તથા મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી હતી.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.