*ઇડર ડાયટ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ સંસ્કરણ તાલીમ યોજાઇ* - At This Time

*ઇડર ડાયટ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ સંસ્કરણ તાલીમ યોજાઇ*


*ઇડર ડાયટ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ સંસ્કરણ તાલીમ યોજાઇ*
*************
*જિલ્લામાં આગામી ૮ સપ્ટેમ્બર સુધી “વિશ્વ સાક્ષરતા સપ્તાહ” ની ઉજવણી કરાશે*
**************

સાબરાકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં ભારત સરકારના નવ ભારત સાક્ષરતા સંસ્કરણ તાલીમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર ખાતે યોજાઇ હતી. જિલ્લામાં ૧ સપ્ટેમ્બરથી ૮ સપ્ટેમ્બર સુધી “વિશ્વ સાક્ષરતા સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવનારી છે.આ કાર્યક્રમ અંતર્ગત ૧૫ થી ૩૫ વર્ષની વયજૂથના નિરક્ષર લોકોને સાક્ષર કરવાની કામગીરી કરવામાં આવશે. તેમજ સાક્ષરતા સપ્તાહ દરમિયાન તમામ નાગરિકોમાં જાગૃતિ લાવવા અને સાક્ષરતાનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય તે અંગે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવશે.
“વિશ્વ સાક્ષરતા સપ્તાહ” ની ઉજવણીના ભાગરૂપે ઇડર ડાયટ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં જિલ્લાના તમામ ટી.કે.એન., બી.આર.સી.,સી.આર.સી.ઓને ૧૫થી ૩૫ વર્ષની વયજૂથના નિરક્ષરોને અક્ષરજ્ઞાન પુરૂ પાડવા માટે ડિઝીટલ માધ્યમથી ઉલ્લાસ એપ અંગે નિરીક્ષરોની નોંધણી તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી હર્ષદ ચૌધરી, ડાયેટના પ્રાચાર્યશ્રી કે ટી પોરાણીયા, નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારીશ્રી તરૂણાબેન દેસાઇ તેમજ જિલ્લાના તમામ ટી.કે.એન., બી.આર.સી.,સી.આર.સી.શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.