અલ્લુ અર્જુન બોલિવૂડની સતત ફ્લોપ ફિલ્મો પર બોલ્યો:એક્ટરે કહ્યું, ‘ભૂલી ગયા છીએ કે હીરો કેવી રીતે બનવું?’ ડિરેક્ટર નિખિલ અડવાણીએ કર્યો ખુલાસો
સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન આજકાલ તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2'ને લઈને ચર્ચામાં છે. દરમિયાન, સાઉથ વિરુદ્ધ બોલિવૂડને લઈને ચાલતી ચર્ચા ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. જ્યારે નિર્દેશક નિખિલ અડવાણીએ અલ્લુ અર્જુન વિશે એક વાતનો ખુલાસો કરતા કહ્યું કે, અભિનેતા માને છે કે બોલિવૂડમાં હવે હિરોઇઝમની અછત વર્તાય છે.' નિખિલ અડવાણીએ ગલાટા પ્લસને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'અલ્લુ અર્જુને એકવાર કહ્યું હતું કે તે બોલિવૂડમાં સૌથી મોટી ખામી શું જુએ છે?' તેણે કહ્યું કે તમે બધા ભૂલી ગયા છો કે હીરો કેવી રીતે બનવું? જ્યારે સાઉથની ફિલ્મોએ હીરોઇઝમની મૂળ ભાવનાને ખૂબ જ નજીકથી સમજી છે અને તેનો ફાયદો ઉઠાવવામાં સફળતા મેળવી છે.' નિખિલ અડવાણીએ કહ્યું,'અગાઉ બોલિવૂડમાં આવી ફિલ્મો બનતી હતી. અમિતાભ બચ્ચનની 'કાલિયા' અને 'કુલી' તેનું ઉદાહરણ છે. એ ફિલ્મોમાં અમિતાભ બચ્ચનનું પાત્ર 'લાર્જર ધેન લાઈફ' હતું. પરંતુ હવે લોકો આવી ફિલ્મો બનાવવાનું ભૂલી ગયા છે. જ્યારે સાઉથની ફિલ્મોએ વીરતા(હીરોઇઝમ)ની લાગણીઓને ઊંડાણપૂર્વક સમજી છે અને તેને યોગ્ય રીતે રજૂ કરવામાં સફળતા મેળવી છે. સાઉથની ફિલ્મોમાં તમામ મુદ્દાઓને જબરદસ્ત એક્શન અને હીરોની ઈમેજ સાથે રજૂ કરવામાં આવે છે, જે દર્શકોને ખૂબ પસંદ આવે છે.' ગયા વર્ષે બોલિવૂડમાં 'જવાન', 'ગદર 2' અને 'એનિમલ' જેવી હિટ ફિલ્મોનો દબદબો હતો. પરંતુ આ વર્ષે હજુ સુધી કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી નથી. આ વર્ષે સાઉથની ફિલ્મ 'કલ્કિ 2898 એડી' અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. તે જ સમયે, અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' આ વર્ષે 6 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ,
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.