સુરત: સ્ટોરી ટેલિંગ કોન્ટ્રાક્ટ અંગેના વિપક્ષના આક્ષેપ પાયા વિહોણા - સમિતિ અધ્યક્ષ - At This Time

સુરત: સ્ટોરી ટેલિંગ કોન્ટ્રાક્ટ અંગેના વિપક્ષના આક્ષેપ પાયા વિહોણા – સમિતિ અધ્યક્ષ


સુરત, તા. 31 જુલાઈ 2022 રવિવારસુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સ્ટોરી ટેલિંગ કોન્ટ્રાક્ટ મુદ્દે સમિતિના વિરોધ પક્ષે વિડિયો પુરાવા સાથે આક્ષેપ કરી કૌભાંડ આચર્યાનું કહ્યું હતું. પરંતુ આજે શિક્ષણ સમિતિ અધ્યક્ષે આ આક્ષેપ તદ્દન જુઠાણા, પાયાવિહોણા અને સત્યથી વેગળા છે. જેમાં કોઇ પણ પ્રકારનું તથ્ય નથી તેમ જણાવ્યું હતું. જોકે, બાળકોના યૌન શોષણ મુદ્દે અધ્યક્ષે મગનું નામ મરી પાડ્યું પણ કૌભાંડના આક્ષેપ થતાં તેઓએ ખુલાસો રજુ કર્યો છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સ્ટોરી ટેલિંગ કોન્ટ્રાક્ટ અપાયા તે એજન્સીના જે એડ્રેસ આપ્યા હતા તે એડ્રેસ પર કોઈ નથી અને સ્કૂલમાં સ્ટોરી ટેલિંગ થઈ નથી તેવા આક્ષેપ વિપક્ષી સભ્ય રાકેશ હીરપરાએ વિડિયો પુરાવા સાથે રજુ કયા હતા. ત્યાર બાદ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહે એક અખબારી યાદી જાહેર કરીને આક્ષેપનો રદિયો આપ્યો છે. શિક્ષણ સમિતિ અધ્યક્ષ ધનેશ શાહે જણાવ્યું છે કે, શિક્ષણ સમિતિ, સુરત દ્વારા "સ્ટોરી ટેલિંગ" ના કોન્ટ્રાક્ટ બાબતમાં વિરોધ પક્ષના આપના સભ્યરાકેશભાઇ હીરપરા દ્વારા થયેલા આક્ષેપો તદ્દન જુઠાણા, પાયાવિહોણા અને સત્યથી વેગળા છે. જેમાં કોઇ પણ પ્રકારનું તથ્ય નથી.નવી શિક્ષણ નિતી અને ભારતીય સંસ્કૃતિના સંવર્ધન કરવાને ધ્યાનમાં રાખી, સ્ટોરી ટેલિંગ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ મોટીવેશન કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થી હસતાં-રમતાં સંસ્કાર યુક્ત જ્ઞાન મેળવે એ મુખ્ય ઉદ્દેશ હતો. જે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તમામ નિયમોનું પાલન કરીને 100 શાળાઓમાં નિયમાનુસાર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પેટે કુલ ચુકવવા પાત્ર જીએસટી સહિતની 1.88 લાખ થાય છે તેની ચુકવણી પણ કરી નથી. શાળા કક્ષાએ સ્ટોરી ટેલિંગ કાર્યક્રમ સફળતાપૂર્વક કરાયો છે અને તેના શાળા દ્વારા પ્રમાણપત્ર કચેરીને થયાં છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને પ્રોત્સાહિત થયેલ હતા. જોકે, સમિતિની કચેરીમાં આપવામા આવેલા એડ્રેસમાં કેટલીક ક્ષતિ છે પરંતુ કોઈ કૌભાંડ થયું નથી. વિપક્ષ આપના સભ્ય રાકેશભાઇ હિરપરા દ્વારા તદ્દન સસ્તી પ્રસિદ્ધિ માટે શાળાની સહઅભ્યાસિક પ્રવૃત્તિના મોટીવેશન કાર્યક્રમ ની પ્રશંસા કરવાને બદલે આક્ષેપબાજી કરી શાળાનું મોરલ ડાઉન કરવાની અને વિદ્યાર્થી હિત વિરોધી પ્રવૃત્તિ કરવાના પ્રયત્નને હું સખત શબ્દોમાં વખોડી કાઢુ છું,શિક્ષણ સમિતિની સ્કુલમાં સ્ટોરી કૌભાંડના આક્ષેપ બાદ અધ્યક્ષ ધનેશ શાહે રવિવારની રજાના દિવસે કચેરી પર જઈને ખુલાસો રજુ કર્યો હતો. પરંતુ પુણાની સ્કુલમાં વિદ્યાર્થીઓનું જાતિય શોષણ થતું હતું તેની ફરિયાદ મળ્યાના ત્રણ માસ બાદ પણ કોઈ પગલાં ભર્યા ન હતા. કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરાયા બાદ પણ આચાર્ય સામે પોલીસ કેસ કરવામાં વિલંબ કરાયો હતો. પરંતુ 1.88 લાખ રુપિયાના આક્ષેપ થતાં ધનેશ શાહ દોડતા થયા છે અને યૌન શોષણ વધતે ચુપ રહ્યાં હતા તે મુદ્દે સુરતમા ચર્ચાનો વિષય  બન્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.