ગીર સોમનાથ આર એન્ડ બી પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાના પેચવર્ક સહિતની મરામત કામગીરી કરાઇ
ગીર સોમનાથ આર એન્ડ બી પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાના પેચવર્ક સહિતની મરામત કામગીરી કરાઇ
--------------
તાલાલા, પીપળવા-આંબળાશ, વિઠ્ઠલપરા સહિતના રોડ પર પેચવર્ક-મરામત કામગીરી
--------------
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે નાગરિકોને અગવડતાઓ ભોગવવી ન પડે તે માટે આર એન્ડ બી પંચાયત વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ગ્રામ્ય રસ્તાઓની મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આર એન્ડ બી પંચાયત વિભાગ દ્વારા વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા નાવદ્રા, ભેટાળી, ઈન્દ્રોઈ, પંડવા, તાલાલા, પીપળવા-આંબળાશ રોડ, સુત્રાપાડા તાલુકાના ભુવાવાડા, વિઠ્ઠલપરા સહિત જિલ્લાના નાના-મોટા રોડ-રસ્તાઓ પર રિપેરીંગ, મેટલવર્કની કામગીરી, રીસરફેસીંગ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી છે.
આર એન્ડ બી પંચાયત કાર્યપાલક ઈજનેર શ્રી અંકિત ભદૌરિયાના જણાવ્યાનુસાર, હાલમાં વરસાદની સ્થિતિ સામાન્ય છે. જિલ્લાના વેરાવળ, તાલાલા, સૂત્રાપાડા સહિત તમામ તાલુકાઓમાં જ્યાં પણ રસ્તામાં ખાડા પડ્યા હતા, ત્યાં પેચ વર્કની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ જ્યાંથી પણ ફરિયાદ આવે છે તેના પર પૂરતું ધ્યાન આપીને કામગીરી કરવામાં આવી રહી છે.
આમ, આર એન્ડ બી પંચાયત વિભાગ દ્વારા રસ્તાઓની તાત્કાલિક ધોરણે મરામત કરી વાહન વ્યવહારને અગવડતા ન પડે રાબેતા મુજબ શરૂ થાય તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.