DMKના ભારતના નકશામાંથી અક્સાઈ ચીન-PoK ગુમ:વિવાદ વધતા હટાવ્યો; ભાજપનો આરોપ - સ્ટાલિનની પાર્ટી દેશ સાથે વિશ્વાસઘાત કરી રહી છે - At This Time

DMKના ભારતના નકશામાંથી અક્સાઈ ચીન-PoK ગુમ:વિવાદ વધતા હટાવ્યો; ભાજપનો આરોપ – સ્ટાલિનની પાર્ટી દેશ સાથે વિશ્વાસઘાત કરી રહી છે


ભાજપે તમિલનાડુમાં સત્તાધારી DMK પાર્ટી પર દેશની સાર્વભૌમત્વ સાથે વિશ્વાસઘાત કરવાના આરોપ લગાવ્યા છે. ખરેખરમાં, DMKની NRI વિંગે સોશિયલ મીડિયા પર ભારતનો નકશો શેર કર્યો હતો, જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીન સામેલ નથી. જો કે, વિવાદ વધ્યા બાદ DMKએ તેને X​​​​​​​ પરથી હટાવી દીધો છે. આ પહેલા ભાજપના તમિલનાડુ યુનિટે X પર લખ્યું હતું, "ભાગલાવાદને પ્રોત્સાહન આપવાથી લઈને ઉત્તર-દક્ષિણ વિભાજનથી અશાંતિ ફેલાવવા અને ઈસરો રોકેટ પર બેશરમ રીતે​​​​​​​ ચીનના ધ્વજને ​​​​​​​લગાવવા સુધી, અમે DMKની ભારત વિરોધી પ્રવૃત્તિઓ વિશે બધું જોયું છે." પાર્ટીના પ્રવક્તાએ કહ્યું છે કે આ નકશો દેશના GDPમાં યોગદાન દર્શાવે છે, પરંતુ ભાજપ તેના નબળા શાસનને છુપાવવા માંગે છે, તેથી તે માત્ર નકશાને જોઈ રહી છે. ડીએમકેએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ નકશો ભારત સરકારે જ બનાવ્યો છે. ભારત અને ચીન વચ્ચે ઘણા ક્ષેત્રોને લઈને સરહદ વિવાદ છે. લદ્દાખમાં લગભગ 38 હજાર ચોરસ કિલોમીટર જમીન પર ચીનનો કબજો છે, જેને અક્સાઈ ચીન કહેવામાં આવે છે. DMKના પ્રવક્તાએ કહ્યું- વિવાદિત નકશો અમે નહીં, પરંતુ ભારત સરકારે બનાવ્યો હતો
DMKના પ્રવક્તા TKS​​​​​​​ એલાન્ગોવને વિવાદિત નકશા માટે ભારત સરકારને જવાબદાર ગણાવી હતી. એલાન્ગોવને કહ્યું- આ તસવીર દેશના જીડીપીમાં રાજ્યોનું યોગદાન દર્શાવે છે. ભાજપ શાસિત તમામ રાજ્યોની હાલત અત્યંત ખરાબ છે. તેના કરતાં તમિલનાડુનું યોગદાન ઘણું સારું છે. તેઓપરેશાન છે. તેઓ તેને છુપાવવા માંગે છે, તેથી તેઓ ડેટાને નહીં, પરંતુ નકશા પર જોઈ રહ્યાં છે. ડીએમકેએ તે નકશો નથી બનાવ્યો, સંભવ છે કે તેણે કોઈ જગ્યાએથી તેની નકલ કરી હશે જે ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ભાજપે કહ્યું- સ્ટાલિને શરત વીના માફી માંગવી જોઈએ
બીજેપી નેતા અને પાર્ટીની રાજ્ય સંકલન સમિતિના વડા એચ રાજાએ તમિલનાડુના સીએમ સ્ટાલિન પર કટાક્ષ કર્યો અને કહ્યું - મુખ્યમંત્રી સ્ટાલિન પાસેથી તેમની પાર્ટીમાંથી રાષ્ટ્રીય ગૌરવની અપેક્ષા રાખવી એ મોટી વાત છે. તેમનો પક્ષ દેશના દક્ષિણ ભાગને દ્રવિડ રાષ્ટ્ર તરીકે વિભાજીત કરવા માંગતો હતો. ​​​​​​​ BJP તમિલનાડુ અને સમગ્ર ભારતના લોકો વતી આ અપમાનજનક અને શરમજનક કૃત્ય માટે સ્ટાલિને શરત વીના માફી માંગવી જોઈએ. સીએમ સ્ટાલિન સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો... રાજ્યપાલની હાજરીમાં તમિલ ગીતમાં દ્રવિડ શબ્દ છોડી દેવામાં આવ્યો, CM સ્ટાલિને કહ્યું- કેન્દ્ર રાજ્યપાલને પાછા બોલાવે તમિલનાડુમાં ફરી એકવાર રાજ્યપાલ આરએન રવિ અને સીએમ એમકે સ્ટાલિન વચ્ચે વિવાદ થયો છે. આ વખતે મામલો તમિલ ગીતમાંથી દ્રવિડ શબ્દ હટાવવાના આરોપ સાથે જોડાયેલો છે. જે બાદ મુખ્યમંત્રીએ પીએમ મોદી પાસે રાજ્યપાલને હટાવવાની માંગ કરી છે. તેમના પર દેશ અને તમિલનાડુની એકતાનું અપમાન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.