ધંધુકા તાલુકામાં નવી ટ્રેન શરૂ થતા ગ્રામ્યમાં ખુશીની લાગણી - At This Time

ધંધુકા તાલુકામાં નવી ટ્રેન શરૂ થતા ગ્રામ્યમાં ખુશીની લાગણી


અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકામાં નવી ટ્રેન શરૂ થતા ગ્રામ્યમાં ખુશીની લાગણી.

મહુવા સુરત વચ્ચે રેલ્વે વિભાગ દ્વારા એક નવી ટ્રેન આગામી દિવસોમાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેન મહુવાથી ધંધુકા થઈ સુરત જશે. નવી ટ્રેન શરૂ થતા પંથકવાસીઓમાં ખુશી જોવા મળી છે.

ભાવનગર મહુવા સુરત વચ્ચે દ્વિ સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે રવિવારથી ટિકિટ બુકિંગ શરૂ થશે. મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વેએ મહુવા અને સુરત વચ્ચે વિશેષ ભાડા પર દ્વિ સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો. છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જલ્રાવ્યું કે આ ટ્રેન મહુવાથી દર ગુરુવાર અને શનિવારે બપોરે ૧૩.૧૫ કલાકે ઉપડશે આ ટ્રેનને ૯મી નવેમ્બર ૨૦૨૩થી ૩૦ નવેમ્બર ૨૦૨૩ સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રેન નંબર

૦૯૧૧૨ ૦૯૧૧૧ મહુવા સુરત મહુવા એક્સપ્રેસ ટ્રેન નંબર ૦૯૧૧૨ મહુવા સુરત દ્વિ સાપ્તાહિક વિશેષ ટ્રેન મહુવાથી દર ગુરુવાર અને શિનવારે ૧૩.૧૫ કલાકે ઉપડરો અને બીજા દિવસે ૦૨૩૦ કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન મહુવાથી ૦૯ ૧૧ ૧૯ ૧૮ ૨૩ ૨૫ અને તા.૩૦મી નવેમ્બર, ૨૦૨૩ના રોજ દોડશે ટ્રેન નંબર ૦૯૧૧૧ સુરત મહુવા દિ સાપ્તાહિક વિશેષ ટ્રેન દર બુધવાર અને શુક્રવારે સુરતથી ૨૨.૦૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૯ .૧૦ કલાકે મહુવા પહોંચશે.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.