માળીયા હાટીનામાં મહારાણા પ્રતાપસિંહજી ચોકમાં દશેરાના દિવસે સ્ટેશન દરવાજા ગરબી મંડળે ધૂમ મચાવી - At This Time

માળીયા હાટીનામાં મહારાણા પ્રતાપસિંહજી ચોકમાં દશેરાના દિવસે સ્ટેશન દરવાજા ગરબી મંડળે ધૂમ મચાવી


માળીયા હાટીનામાં મહારાણા પ્રતાપસિંહજી ચોકમાં સ્ટેશન દરવાજા ગરબી મંડળ દર વર્ષની જેમ અવનવા વેશભૂષા સાથે પ્રાચીન અર્વાચીન રાસ, ડાકલા રાસ, તલવારરાસ, ડાકલા રાસ બહેનો દ્વારા રજુ કરવામાં આવેછે તેમજ દશેરાના દિવસે લીમડા ચોક ગરબી અને બ્રહ્મપુરી રાસ ના મણિયારો રાસ, ઢાલ તલવાર રાસ, તલવાર બાજી, લાઠી બાજી સહિત ધૂમ મચાવી હતી , દશેરાના દિવસે બાળાઓ પ્રસાદી રૂપે ભેટ આપવમાં આવી હતી તેમજ આ ગરબી માં સેવા આપતા સ્વયમ સેવોકોને સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યુ હતુ આવું સુંદર આયોજન માળીયા હાટીનાના લોકલાડીલા સરપંચ જીતુભાઇ સીસોદીયા સહિત તેમની ટીમે ભારી જહેમત ઉઠાવી હતી આ તકે માળીયા હાટીનાના લોક લાડીલા સરપંચ જીતુભાઇ સીસોદીયા તેમજ તેમની ટીમે દાતાશ્રીઓનો, માળીયા હાટીના પોલીસ સ્ટાફ, જી.ઇ.બી સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, જી.આર.ડી.સ્ટાફ, તેમજ ઉપસ્થિત ભાવિકો એ સ્ટેશન દરવાજા ગરબી મંડળ વતી ખરા હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.