ધંધુકા તાલુકાના ગલસાણા ગામે બગાયત ખાતા દ્વારા માર્ગદર્શન શિબિરનું સફળતા પૂર્વક આયોજન કરાયું - At This Time

ધંધુકા તાલુકાના ગલસાણા ગામે બગાયત ખાતા દ્વારા માર્ગદર્શન શિબિરનું સફળતા પૂર્વક આયોજન કરાયું


અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ગલસાણા ગામે બગાયત ખાતા દ્વારા માર્ગદર્શન શિબિરનું સફળતા પૂર્વક આયોજન કરાયું
મસાલા પાકો નું મૂલ્યવધન અને બજાર વ્યવસ્થાપન નું માર્ગદર્શન પૂરું પાડ્યું વિશાળ સંખ્યામાં ખેડૂતોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ગલસાણા ગામે બગાયત ખાતા ના ઉપક્રમે ખેડૂત શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિશાળ સંખ્યામાં ધંધુકા તાલુકા ના ગામડાઓ માંથી ખેડૂતોએ હાજર રહી બગાયત ખેતી અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ગલસાણા ગામે નાયબ બગાયત નિયામક અમદાવાદ કચેરી તથા છસીયાણા સેવા સહકારી મંડળીના ઉપક્રમે આયોજિત શિબિરમાં મસાલા પાકોનું મૂલ્યવધન અને બજાર વ્યવસ્થાપન વિષય પર શિબિરમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને બગાયત થી પાકો વિશેની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ મૂલ્યવધન પ્રાકૃતિક કૃષિ વોટર સોલ્યુબલ ખાતર અને સૂક્ષ્મ પિયત પદ્ધતિ વિશે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધંધુકા તાલુકાના બગાયત અધિકારી એલ આર ચૌધરી તેમજ કચેરીના અને જી જી આર સી જી એડ એફ સી ના અન્ય અધિકારીઓ દ્વારા પણ ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.