અખિલેશ યાદવ વિધાનસભા સીટ છોડશે:હવે દિલ્હીમાં રાજનીતિ કરશે, 36 સાંસદ સાથે મિટિંગ કર્યા બાદ લીધો નિર્ણય - At This Time

અખિલેશ યાદવ વિધાનસભા સીટ છોડશે:હવે દિલ્હીમાં રાજનીતિ કરશે, 36 સાંસદ સાથે મિટિંગ કર્યા બાદ લીધો નિર્ણય


કન્નોજથી સાંસદની ચૂંટણી જીત્યા પછી અખિલેશ યાદવે પોતાનું વિધાનસભા ક્ષેત્ર કરહાલ છોડવાનો નિર્ણય લીધો છે. એની ઘોષણા તેમણે સાંસદો સાથે મિટિંગ પછી શનિવારે લખનઉમાં કરી હતી, એટલે હવે અખિલેશ દિલ્હીમાં રાજનીતિ કરશે. અખિલેશે 2022માં મૈનપુરીની કરહાલ વિધાનસભા સીટથી ચૂંટણી લડી હતી. જીત્યા પછી આઝમગઢના સાંસદપદથી તેમણે રાજીનામું આપી દીધું હતું. આઝમગઢમાં પેટાચૂંટણી થઈ, એમાં ભાજપના દિનેશ લાલ યાદવ નિરહુઆએ જીત નોંધાવી હતી. અખિલેશે બધા જીતેલા સાંસદોને શનિવારે લખનઉ બોલાવ્યા. એમાં અખિલેશ સહિત 37 સાંસદ સામેલ થયા. મિટિંગમાં મંથન પછી તેમણે વિધાનસભા સીટ છોડવાનું એલાન કર્યું. દેશમાં નકારાત્મક રાજનીતિ ખતમ થઈ ગઈ
અખિલેશે કહ્યું- PDAની રણનીતિની જીત થવાથી દેશમાં નકારાત્મક રાજનીતિ ખતમ થઈ ગઈ. હવે સમાજવાદીઓની જવાબદારીઓ વધી ગઈ. તે જનતાની એક-એક વાત સાંભળી, તેમના મુદ્દાને ઉઠાવો, કેમ કે જનતા મુદ્દાની જીત થઈ છે. તેમણે કહ્યું- આ ચૂંટણીમાં આપણા સાંસદોએ સતત મહેનત કરી. જનતાની વચ્ચે રહ્યા. આ જ કારણ રહ્યું કે સપાએ સૌથી વધારે સીટ પર જીત નોંધાવી છે. સરકાર અને પ્રશાસન પર કટાક્ષ કરતાં અખિલેશે કહ્યું- અમારા એક સાંસદ છે, જેમને જીતનું સર્ટિફિકેટ મળી ગયું છે. બીજા તેઓ છે, જેમણે ભાજપની ધાંધલીના કારણે સર્ટિફિકેટ મળ્યું નથી. અમે બંને સાંસદોને શુભકામનાઓ આપીએ છીએ. આશાનો સમયગાળો શરૂ થઈ ગયો છે. જનતાના મુદ્દાની જીત થઈ છે. વિધાનસભા છોડવા પાછળનાં 4 સંભવિત કારણ (નિષ્ણાતોએ જણાવ્યા મુજબ)... 1-હવે 2027માં યુપીમાં વિધાનસભાની ચૂંટણી છે. આવી સ્થિતિમાં રાજ્યની રાજનીતિમાં 3 વર્ષમાં બહુ કંઈ કરવા જેવું નથી, આથી અખિલેશ હવે પોતાનું ધ્યાન દિલ્હી તરફ વાળશે. 2- 2024નાં પરિણામોમાં સપા દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે. આવી સ્થિતિમાં અખિલેશને હવે કેન્દ્રીય રાજનીતિમાં જગ્યા દેખાવા લાગી છે. પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે તેમણે આ પગલું ભર્યું હતું. 3-SP હાલમાં માત્ર યુપીમાં જ છે. કેન્દ્રમાં જઈને અખિલેશ માત્ર હિન્દી બેલ્ટનાં રાજ્યોમાં જ નહીં, પણ મુસ્લિમ બહુમતીવાળાં રાજ્યોમાં પણ પાર્ટીનો સપોર્ટ બેઝ બનાવવા માગે છે. 4-ડિમ્પલ યાદવ કન્નૌજ બેઠક પરથી 2019ની ચૂંટણીમાં ભાજપ સામે હારી ગયા હતા. 2024માં અખિલેશ કન્નૌજથી 1.70 લાખના માર્જિનથી જીત્યા હતા. આવી સ્થિતિમાં અખિલેશ સીટ છોડીને ત્યાંના લોકોનો વિશ્વાસ તોડવા માંગતા ન હતા. અખિલેશે 2000માં પહેલીવાર ચૂંટણી લડી હતી
અખિલેશ યાદવે 2000માં પહેલીવાર કન્નૌજ સીટ પરથી ચૂંટણી લડી હતી અને અહીંથી જીત મેળવી હતી. તેઓ સતત 3 વખત કન્નૌજથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2012માં, મુખ્યમંત્રી બન્યા પછી, તેમણે કન્નૌજ બેઠક પરથી રાજીનામું આપ્યું અને પછી તેમની પત્ની ડિમ્પલ યાદવને પેટાચૂંટણી લડાવી, જેમાં તેણી બિનહરીફ ચૂંટાઈ આવી હતી. 2014માં પણ ડિમ્પલ યાદવ કન્નૌજ સીટથી સાંસદ તરીકે ચૂંટાયાં હતાં. વર્ષ 2019માં ભાજપના સુબ્રત પાઠકે તેમને ચૂંટણીમાં હરાવ્યા હતા. આ હાર બાદ સમાજવાદી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે પરસ્પર તિરાડ શરૂ થઈ ગઈ, જેના કારણે કન્નૌજમાં સપા સંપૂર્ણપણે વિખેરાઈ ગઈ. જોકે 12 વર્ષ બાદ અખિલેશ યાદવ ફરી એકવાર કન્નૌજ સીટ જીતીને પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને એક કરવામાં સફળ થયા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.