ઈશ્વર સોમા આંગડીયા પેઢી સાથે રૂ.72 લાખની ઠગાઈ મામલે બે રાજસ્થાની ઝડપાયા
ઈશ્વર સોમા આંગડીયા પેઢી સાથે 72 લાખની ઠગાઈ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં ભંવરસિંહ અને પપુસિંહ નામના શખ્સને એ. ડિવિઝન પોલીસ રાજસ્થાનથી પકડી લાવી છે અને મોટી ગેંગ દેશભરમાં સક્રિય હોવાનો ખુલાસો થયો છે. ડમી નામ અને સીમકાર્ડનો ઉપયોગ કરી છેતરપીંડી આચરતાં હોવાનું સામે આવ્યું છે.
બનાવમાં સોનીબજારમાં દરબારગઢ ચોક ઓર્નામેન્ટ આર્કેડ 105 માં આવેલ ઇશ્વર સોમા આંગડીયા પેઢીના સંચાલક સાથે સોની વેપારી મારફત વિશ્વાસ કેળવી ફ્રોડ કોલ મારફતે દિલ્હી ઓફિસેથી રૂ.72 લાખ લઈ લીધા બાદ રાજકોટ આંગળીયાની ઓફિસે જમા ન કરાવી છેતરપીંડી આચરી હતી. જે મામલે એ. ડિવિઝન પોલીસે પૃથ્વીરાજ કોઠારી, વિશાલ અને રમેશ મહેતા સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી છે.
જે મામલે નવો જ ઘટસ્ફોટ થયો હતો અને એ.ડિવિઝન પોલીસની ટીમે સઘન તપાસ આદરી હતી. જેમાં રાજસ્થાનથી ભંવરસિંહ અને પપ્પુ સિંહ નામના બે શખ્સને પકડી રાજકોટ લાવી હતી. જેમાં આંતરરાજ્ય ગેંગ કામ કરતી હોવાનું ખુલ્યું હતું.
ગેંગ ખોટા નામ અને ડમી સીમકાર્ડના આધારે દેશભરની આંગળીયા પેઢી સાથે છેતરપીંડી આચરતાં હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે હજું ગેંગના સભ્યોના નામ ખોલવાવ તજવીજ આદરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
