ગેસ એજન્સીમાંથી આવતો હોવાનું કહી ચોરી કરતો તસ્કર પકડાયો - At This Time

ગેસ એજન્સીમાંથી આવતો હોવાનું કહી ચોરી કરતો તસ્કર પકડાયો


મિલપરા સહિત 3 ચોરીના ભેદ ખુલ્યા, 2.71 લાખનો મુદ્દામાલ કબજે

શહેરમાં ધોળે દિવસે ગેસ એજન્સીનો કર્મચારી હોવાની ઓળખ આપી ચોરીના બનાવને અંજામ આપતા રીઢા તસ્કર કેતન ડોલર ઉર્ફે દિનેશ રાઠોડને તેના મોરબી રોડ, સેટેલાઇટ ચોક પાસે રાધામીરાપાર્ક-3માં તેના ઘરેથી ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી લીધો છે. સકંજામાં આવેલો મૂળ ધ્રોલ ગામના તસ્કર પાસેથી પોલીસે રૂ.2.63 લાખની રોકડ, ચાંદીના ઘરેણાં, મોબાઇલ મળી કુલ રૂ.2,71,420નો મુદ્દામાલ કબજે કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.