રાજકોટ-બરવાળા રૂટની એસ.ટી. બસમાં "સલામત સવારી, એસ.ટી. અમારી" સૂત્રના ધજાગરા ઉડતા નજરે પડ્યા - At This Time

રાજકોટ-બરવાળા રૂટની એસ.ટી. બસમાં “સલામત સવારી, એસ.ટી. અમારી” સૂત્રના ધજાગરા ઉડતા નજરે પડ્યા


મુસાફરો સલામતી અને સુરક્ષા સાથે મુસાફરી કરી શકે તે માટે એસ.ટી. નિગમ દ્વારા સલામત સવારી એસ.ટી. હમારીના સૂત્ર સાથેની બસો દોડાવવામાં આવી રહી છે. બસમાં બેઠેલા મુસાફરો સાથે રાજકોટના અગ્નિકાંડ જેવી કોઈ આકસ્મિક ઘટનાઓ ન બને તે માટે દરેક એસ.ટી. બસમાં ફાયર સેફટીના સાધનો મૂકવામાં આવ્યા છે. પરંતુ મોટાભાગની એસ.ટી. બસોમાં રહેલા ફાયર સેફ્ટીના સાધનો ભંગાર સ્વરૂપે પડેલા જોવા મળી રહ્યા છે અને તેનું કોઈ ચેકિંગ પણ થતું નથી. રાજકોટ-બરવાળા રૂટની એસ.ટી. બસમાં "સલામત સવારી, એસ.ટી. અમારી" સૂત્રના ધજાગરા ઉડતા નજરે પડ્યા હતા. જેમાં આ બસમાં ફાયર સેફટીના સાધનોમાં નીતિનિયમો સાથેના લગાવેલા સ્ટીકર પણ ગાયબ થઈ ગયેલા જોવા મળ્યા હતા. જેના કારણે આ ફાયર સેફટીના સાધનો વાપરવા યોગ્ય છે કે નહી? તે જાણવું મુશ્કેલ બની ગયું છે. જ્યારે આગ લાગે ત્યારે આ સાધનો વપરાશમાં આવી શકે તેવી સ્થિતિમાં છે કે કેમ તે ચેકિંગ કોણ કરશે? એસ.ટી. નિગમના બાબુઓ આ ગંભીર બાબતથી અજાણ છે? કે પછી જાણી જોઈને


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.