ગઢડા નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળો ખાતે સફાઈ કામગીરી - At This Time

ગઢડા નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળો ખાતે સફાઈ કામગીરી


ગઢડા શહેરમાં ધાર્મિક સ્થળો, બસ-રિક્ષા સ્ટેન્ડ, સરકારી વસાહતો,પ્રતિમાઓ,મેદાન,પ્લોટ,સરકારી દવાખાના સહિતના સ્થળોની સફાઈ

ગુજરાત સરકાર દ્વારા પ્રી મોન્સુન કામગીરી કાર્યક્રમ અનુસંધાને નિર્મળ ગુજરાત ૨.O અન્વયે તા - ૦૧/૦૬/૨૦૨૪થી ૧૫/૦૬/૨૦૨૪ સુધી પખવાડિક સ્વચ્છતા ઝુંબેશનો કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે જેના અનુસંધાને ગઢડા નગરપાલિકા દ્વારા આ પખવાડિયા દરમિયાન ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ, સરકારી વસાહતો, પ્રતિમાઓ, ખુલ્લા મેદાન, પ્લોટ, સરકારી દવાખાના, શાકમાર્કેટ, વરસાદી પાણીના નિકાલની લાઈનો, ગટર લાઈનો, નદી-વોકળાની સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે ગઢડા નગરપાલિકા દ્વારા ભડલીના ઝાંપે તેમજ શેલપરામાં વરસાદી પાણીના નિકાલની લાઈન, બોટાદ રોડ ખોડિયારનગર ઠાકલા પાસે આવેલા વોકળાની સફાઈ કરવામાં આવી હતી તેમજ બોટાદ રોડ, અક્ષરપુરુષોતમ મંદિર રોડ, ઘેલો નદી ઉપરના પૂલની, હરીપર રોડ-મઢી સુધીના વિસ્તારની સફાઈ કરવામાં આવી છે સાથોસાથ નાગરીકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે ઘર કે દુકાનમાંથી નીકળતો કચરો અલગ રાખીને ગાર્બેજ કલેક્શન વ્હીકલને આપવામાં આવે તેમજ તમારા વિસ્તારની કોઈ પણ જાતની ફરીયાદ હોય નગરપાલિકાને જાણ કરે અને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બને તે અનિવાર્ય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.