તમારા લીધે અમારો ઘર સંસાર ચાલતો નથી’ કહી મહિલા પર જમાઈ સહિત બે શખ્સનો હુમલો
રૈયાગામમાં તમારા લીધે અમારો ઘર સંસાર ચાલતો નથી કહી વૃધ્ધ મહિલા પર તેના જમાઈ સહિતના બે શખ્સોએ હુમલો કરતાં વૃધ્ધાને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે રૈયાગામમાં રહેતાં ગીતાબેન લાખાભાઈ બારૈયા (ઉ.વ.60) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભુપત પોપટ દરગાણી અને અજય કોલીનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. પુત્રી છેલ્લા ત્રણ મહિના થી રીસામણે આવેલ છે.
ગઈકાલે રાત્રીના સાડા અગીયાર વાગ્યાની આસપાસ તેઓ પુત્રી સાથે ઘરે હાજર હતા ત્યારે તેની પુત્રીનો પતિ ભુપત ઘરે સમાધાન માટે આવેલ હતો. ભુપત સાથે અજય તથા તેની પુત્રીના બે નાના પુત્રો પણ સાથે હતા. ભુપત તેઓને પાસે આવી કહેવા લાગેલ કે, તમારા લીધે અમારો ઘર સંસાર ચાલતો નથી કહીને તેણીને તથા તેમની પુત્રીને ગાળો આપી ઢીકાપાટુ માર મારવા લાગેલ હતો.
બંને માતા-પુત્રી એકલા હોય જેથી ભુપત અને તેની સાથેના અજયે પણ ગાળો આપતો હતો. દેકારો થતાં ભુપતે તેની પાસે રહેલ લાકડાના ધોકા વડે માથામાં અને પગમાં માર મારેલ અને તેઓની પુત્રીને પણ ધોકાથી ફટકારવા લાગેલ હતો. બાદમાં લોકોના એકઠાં થતાં આરોપીએ કહેલ કે, મારી ઘરવાળીને પાછી મોકલી દયો બાકી બધાને પતાવી દઇશ કહીને નાસી છૂટ્યા હતાં. બાદમાં ઈજાગ્રસ્તને 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર સહિતના સ્ટાફે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.