કોરીખડા નજીક બાઈકને દેશી દારૂ ભરેલ બાઈક ચાલકે હડફેટે લેતા મહિલાનાં મોતની ઘટના
કોરીખડા નજીક બાઈકને દેશી દારૂ ભરેલ બાઈક ચાલકે હડફેટે લેતા મહિલાનાં મોતની ઘટના
પોરબંદરના કોરીખડા ગામ નજીક એક બાઈકને દેશી દારૂ ભરેલ એક અન્ય બાઇક ચાલક બુટલેગરે ઠોકર મારી હતી. આ અકસ્માતમાં બોરીયા ગામના પરિવારના દંપતી અને એક બાળકને ઇજા પહોંચી હતી.જેમાં મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું . આ ઘટના બાદ પોલીસે હજુ સુધી ગુન્હો ન નોંધાતા આજે પરિવારના સભ્યો અને મહેર શક્તિ સેના નાં આગેવાનો દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે રજુઆત કરી હતી અને અકસ્માત સર્જનર બુટલેગર સામે ગુન્હો નોંધવા માંગ કરી હતી. પોરબંદરના બોરીચા ગામે રહેતા
અરભમભાઈ ભીખુભાઈ મોઢવાડીયા અને તેમના પત્ની શાંતિબેન તેમજ બાળક દિશાત સહિતના બાઈક લઈને આદિત્યાણા પોરબંદર રોડ પર પસાર થતા હતા તે દરમ્યાન કોરીખડા ગામ નજીક આ પરિવાર સવાર બાઈકને પૂરપાટ ઝડપે આવતા બુટલેગરના બાઈકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ બુટલેગરના બાઇકમાં રહેલ દેશી દારૂની કોથળીયો પણ રોડ પર વિખેરાઈ ગઈ હતી.આ અકસ્માતમાં બોરીયા ગામે રહેતા અરભમભાઈ ભીખુભાઈ મોઢવાડીયા અને તેમના પત્ની શાંતિબેન તેમજ બાળક દિશાતને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની
સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને શાંતિબેનને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું.આ ઘટના બાદ હજુ સુધી પોલીસે બુટલેગર સામે ગુન્હો નોંધ્યો નથી જેથી મૃતક મહિલાના પરિવારના સભ્યો તેમજ આગેવાનો દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ઉગ્ર રજુઆત કરી હતી અને એવી જણાવ્યું હતું કે હજુ સુધી અકસ્માત સર્જનર બુટલેગર સામે ફરિયાદ નોંધાઈ નથી તેમજ આ રસ્તા પર બુટલેગરો પુરપાટ વાહન ચલાવી દેશી દારૂની હેરાફેરી કરે છે ત્યારે આ ઘટનામાં બુટલેગર સામે તાત્કાલિક ફરિયાદ નોંધવા માંગ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.