ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું
(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
બોટાદ જિલ્લા અધ્યક્ષ કિર્તીભાઈ ચાવડા અને સમગ્ર ટીમ દ્વારા બોટાદ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી, મહીસાગર જિલ્લા કલેકટર નેહા કુમારી દુબે દ્વારા જે ગેર બંધારણીય શબ્દો બોલવામાં આવ્યા હતા, એટ્રોસિટી ના 90% કેસ ખોટા છે એવું કહેવા વાળા અને એક યુવાનને સરા જાહેર હડધુંત કરવામાં આવ્યો હતો અને વકીલોને ચપ્પલ છે મારને કે લાયક હૈ એવું કહેવા વાળા નેહા કુમારી દુબેની વિરોધમાં ન્યાય માટેની આ લડતમાં કલેકટર બોટાદને આવેદનપત્ર આપી નેહા કુમારી દુબેને સસ્પેન્ડ કરી જેલ હવાલે કરવામાં આવે અને તેઓની વિરુદ્ધ ખાતાકીય પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.