બ્યૂટીપાર્લર શરૂ કરવાની મારા મનની ઈચ્છા રાજ્ય સરકારે પૂરી કરી – લક્ષ્મીબહેન રાઠોડ - At This Time

બ્યૂટીપાર્લર શરૂ કરવાની મારા મનની ઈચ્છા રાજ્ય સરકારે પૂરી કરી – લક્ષ્મીબહેન રાઠોડ


બ્યૂટીપાર્લર શરૂ કરવાની મારા મનની ઈચ્છા રાજ્ય સરકારે પૂરી કરી – લક્ષ્મીબહેન રાઠોડ
----------------
ગરીબ કલ્યાણ મેળામાં કુલ 36 લાભાર્થીઓને રૂ.3,60,000ની બ્યૂટીપાર્લરની કિટનું વિતરણ
----------------
એકપણ નાગરિક રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાથી વંચિત ન રહે તે માટે ગીર સોમનાથ જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં રાજ્ય સરકારશ્રી દ્વારા પ્રેરિત માનવ ગરીમા યોજના અંતર્ગત કુલ 36 લાભાર્થીઓને રૂ.3,60,000ની બ્યૂટીપાર્લરની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વેરાવળ તાલુકાના ઉંબા ગામના રહેવાસી અને આવા જ એક લાભાર્થી લક્ષ્મીબહેન દેવચંદભાઈ રાઠોડને માનવ ગરિમા યોજના અંતર્ગત બ્યૂટીપાર્લર કિટનો લાભ મળ્યો હતો.

આ લાભ બદલ તેમણે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવીનો પણ ખ્યાલ રાખી રહી છે. મારા મનમાં કશુંક કરવાની ઈચ્છા હતી. આથી મને બ્યૂટીપાર્લર શરૂ કરવાનો વિચાર આવ્યો. આજે મને સરકાર તરફથી બ્યૂટીપાર્લર કિટનો લાભ મળ્યો છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પહેલા હું વેરાવળની જી.આઈ.ડી.સીમાં આવેલી કંપનીમાં નોકરી કરવા જતી હતી પરંતુ તેનાથી મને પરિવાર માટે સમય પણ નહોતો મળતો અને આર્થિક રીતે પણ પરવડતું નહોતું. જેથી હવે હું મારા પોતાના બ્યૂટીપાર્લરના વ્યવસાય થકી મારા પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની શકીશ.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.