જેસર તાલુકાના બેડા ગામે અફીણના છોડ તથા ગાંજાના છોડ કપાસ તથા મકાઇ/મરચીની આડસમાં વાવેતર કરતા ઇસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ - At This Time

જેસર તાલુકાના બેડા ગામે અફીણના છોડ તથા ગાંજાના છોડ કપાસ તથા મકાઇ/મરચીની આડસમાં વાવેતર કરતા ઇસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ


સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ (એસ. ઓ. જી.)

ગુજરાત પોલીસ

ભાવનગર

તા.૨૫/૦૨/૨૦૨૩

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા ગુજરાત રાજયના તમામ જીલ્લાને આદેશ આપેલ હતા.

જેના અનુસંધાને ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર એસ ઓ જી ને જીલ્લામાંથી નાર્કોટીક્સ પદાર્થને સેવન કરતા અને વેચાણ કરતા ઇસમો બાબતે માહિતી મેળવી તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અન્વયે ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.બી.ભરવાડનાઓને ખાનગી બાતમી આધારે બેડા ગામની સીમમાં,વાડી વિસ્તાર, તા.જેસર જી.ભાવનગરવાળાની માલીકીની વાડીમાં અફીણના નાના-મોટા છોડ નગ ૯૮૧ જેનું વજન ૩૫ કિલો ૮૬૦ ગ્રામ કિ.રૂ. ૩,૫૮,૬૦૦/- તથા લીલી ગાંજાના નાના-મોટા છોડ નંગ-૧૪ર જેનું વજન ૧૭ કિલો ૯૧૦ ગ્રામ કિ.રૂ. ૮૯,૫૫૦/- તથા સુકો ગાજો ૧૪ કિલો ૭૦૦ ગ્રામ કિં.રૂ. ૧,૪૭,૦૦૦/- તથા મોબાઇલ ફોન સહીત કુલ કિ.રૂા.૬,૦૦,૧૫૦/- ના મુદ્દામાલ સાથે મજકુર ઇસમને પકડી પાડેલ આ અંગે તેના સામે એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી, એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. જગદિશભાઇ મારૂએ જેસર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આરોપીઓ 1-

ઉકાભાઇ રતનાભાઇ મકવાણા ઉ.વ.૬૫ રહે.બેડા ગામ, તા.જેસર, જી. ભાવનગર

જેસર પોલીસ સ્ટેશન

કામગીરી

કરનાર પોલીસ સ્ટાફ-

એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.બી.ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ, જગદિશભાઇ મારૂ તથા હેડ કોન્સ. યુસુફખાન પઠાણ, મહાવિરસિંહ ગોહિલ, વિજયસિંહ ગોહિલ, યોગેન્દ્રસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચર, હારીતસિંહ ચૈાહાણ, પાર્થભાઇ પટેલ રાઘવેન્દ્રસિંહ ગોહિલ, મુકેશભાઇ પરમાર, તથા ડ્રા પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્રસિંહ સરવૈયા તથા હારીતસિંહ ગોહિલ જોડાયા હતા.

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.