મહારાષ્ટ્રમાં ‘ભત્રીજા’નો ‘કાકા’ને ઝટકો:ઘડિયાળનું ચિહ્ન અજિત પવાર પાસે જ રહેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- બેનર અને પોસ્ટરમાં લખો કે મામલો કોર્ટમાં પેન્ડિંગ છે
સુપ્રીમ કોર્ટે ગુરુવારે અજિત પવારને કહ્યું હતું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 'ઘડિયાળ' ચિહ્નનો ઉપયોગ કરી શકે છે, પરંતુ ચૂંટણીનાં બેનરો અને પોસ્ટરમાં લખવાનું રહેશે કે આ વિવાદનો મામલો છે અને કોર્ટમાં વિચારણા હેઠળ છે. કોર્ટ શરદ જૂથની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે અજિત જૂથ કોર્ટના આદેશનું પાલન કરતું નથી, તેથી તેને વિધાનસભા ચૂંટણીમાં ઘડિયાળના ચિહ્નનો ઉપયોગ કરવાથી અટકાવવામાં આવે. ઉપરાંત અજિત જૂથને નવા ચિહ્ન માટે અરજી કરવાની સૂચના આપવી જોઈએ. જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ દીપાંકર દત્તા અને ઉજ્જવલ ભુયાનની બેંચે અજિત પવારના વકીલને નિર્દેશ આપ્યો કે અજિત જૂથે પણ નવું સોગંદનામું દાખલ કરવું જોઈએ, સાથે જ ચેતવણી પણ આપી હતી કે જો આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તે પોતે જ તિરસ્કારનો કેસ શરૂ કરશે. કેસની આગામી સુનાવણી 6 નવેમ્બરે થશે. કોર્ટે કહ્યું- આદેશનો અનાદર કરીને તમારા માટે શરમજનક સ્થિતિ ન બનાવો
જસ્ટિસ સૂર્યકાંતે સિંહને કહ્યું- એકવાર અમે સૂચનાઓ જારી કરી દઈએ તો એનું પાલન કરવું પડશે. તમે જવાબ દાખલ કરો અને નવી એફિડેવિટ આપો કે તમે ભૂતકાળમાં પણ કોઈ ઉલ્લંઘન કર્યું નથી અને તમે ભવિષ્યમાં પણ ઉલ્લંઘન કરશો નહીં. અમે અપેક્ષા રાખીએ છીએ કે બંને પક્ષો અમારી સૂચનાઓનું પાલન કરે. તમારા માટે શરમજનક પરિસ્થિતિનું નિર્માણ ન કરો. NCPના ચૂંટણી ચિહ્નને લગતી છેલ્લી 3 સુનાવણી... મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન, 23મી નવેમ્બરે મતગણતરી
ચૂંટણીપંચે 15 ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. રાજ્યની તમામ 288 બેઠક પર એક જ તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. પરિણામ 23 નવેમ્બરે આવશે. શું છે આખો મામલો... ફેબ્રુઆરી 6: ચૂંટણીપંચે અજિત જૂથને વાસ્તવિક NCP માન્યું, શરદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા
6 ફેબ્રુઆરીએ ચૂંટણીપંચના નિર્ણય બાદ અજિત પવારના સમર્થકો મુંબઈમાં NCP કાર્યાલયમાં ઉજવણી કરે છે. ચૂંટણીપંચે આ વર્ષે 6 ફેબ્રુઆરીના રોજ અજિત પવારના જૂથને વાસ્તવિક NCP તરીકે પણ ગણાવ્યું હતું. ઉપરાંત પંચે શરદ પવારને 7 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગ્યા સુધીમાં નવા રાજકીય પક્ષ માટે ત્રણ નામ આપવા જણાવ્યું હતું. ચૂંટણીપંચે 6 મહિના સુધી ચાલેલી 10 સુનાવણી બાદ આ નિર્ણય આપ્યો હતો. પંચે કહ્યું હતું કે બહુમતી સંખ્યામાં ધારાસભ્યોએ NCPનું નામ અને ચૂંટણીચિહ્ન મેળવવામાં અજિત જૂથને મદદ કરી, જેની સામે પક્ષના સ્થાપક શરદ પવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 16 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી માટે શરદ પવારની અરજી સ્વીકારી હતી. 15 ફેબ્રુઆરી: મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે અજિતના જૂથને વાસ્તવિક NCP ગણાવ્યું
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને સુપ્રીમ કોર્ટે 15 ફેબ્રુઆરી સુધીમાં NCPના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર ચુકાદો આપવાનો આદેશ આપ્યો હતો. 15 ફેબ્રુઆરીના રોજ નાર્વેકરે અજિત પવાર જૂથને વાસ્તવિક NCP તરીકે માન્યતા આપી હતી. તેમણે અજિત જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માગને પણ ફગાવી દીધી હતી. સ્પીકરે કહ્યું હતું કે બંધારણની દસમી અનુસૂચિમાંના પક્ષપલટાવિરોધી કાયદાનો ઉપયોગ આંતરિક મતભેદને દબાવવા માટે કરી શકાય નહીં. જુલાઈ 2023માં જ્યારે NCPનું વિભાજન થયું, ત્યારે અજિત પવાર જૂથ પાસે 53માંથી 41 ધારાસભ્યોની 'પ્રચંડ ધારાસભ્ય બહુમતી' હતી. અજિતે 5 જુલાઈના રોજ કહ્યું હતું- હવે હું NCP ચીફ 29 જુલાઈના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે અજિત જૂથ પાસેથી જવાબ માગ્યો હતો
શરદ જૂથે અજિત જૂથને વાસ્તવિક એનસીપી તરીકે જાહેર કરતાં મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારદીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે કરી હતી. કોર્ટે આ મામલે અજિત પવાર અને તેમના જૂથના 40 ધારાસભ્ય પાસેથી જવાબ માગ્યો હતો. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી, શરદ જૂથ તરફથી હાજર થઈને વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરમાં સમાપ્ત થશે એવી દલીલ કરીને વહેલી સુનાવણીની માગ કરી હતી. એના પર બેંચે કહ્યું હતું કે શરદ જૂથની આ અરજી પર ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી સમાન અરજીની સુનાવણી પછી સુનાવણી કરવામાં આવશે. CJIએ કહ્યું હતું કે અમે નોટિસ જારી કરીશું અને અંતે તમામ વાંધાઓ સાંભળવામાં આવશે. અન્ય પ્રતિવાદીઓને પણ દસ્તી (નોટિસ આપવાની પદ્ધતિ) આપવાની સ્વતંત્રતા છે. હકીકતમાં ઉદ્ધવ ઠાકરે જૂથે મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને તેમના જૂથને અસલી શિવસેના તરીકે જાહેર કરવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી છે. NCP માત્ર 2 રાજ્ય સુધી મર્યાદિત
2000ના વર્તમાન ચૂંટણી પરિણામોના આધારે 10 એપ્રિલ, 2023ના રોજ એનસીપીને તેનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો હતો. હવે એ માત્ર મહારાષ્ટ્ર અને નાગાલેન્ડમાં પ્રાદેશિક પક્ષ તરીકે ઓળખાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.