શહેરા- તાલુકાના લાભી ગામે આવેલી આંબુડી વર્ગ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો - At This Time

શહેરા- તાલુકાના લાભી ગામે આવેલી આંબુડી વર્ગ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો


શહેરા
ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી દ્વારા દિકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા પ્રાથમિક શિક્ષણ વેગવતુ બનાવા માટે પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમા ઉજવમા આવે છે. જેમા બાળકોને શૈક્ષણિક પંરપરા સાથે શાળામા પ્રવેશ અપાવામા આવે છે. પંચમહાલ જીલ્લામા આવેલી પ્રાથમિક શાળાઓમા શાળા પ્રવેશોત્સવ અંતગર્ત નાના બાળકોને બાલવાટીકામા પ્રવેશ આપવામા આવ્યો હતો,શહેરા તાલુકાના લાભી ગામે આવેલી આંબુડી વર્ગ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે આબુંડી પ્રાથમિક શાળા ખાતે કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમા લાભી ગામમા સરપંચ,ઉપ સરપંચ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બાલવાટીકામા તેમજ આંગણવાડીમા નવા પ્રવેશ મેળવનારા બાળકોને માથે કુમકુમ તિલક કરીને શૈક્ષણિક કીટ આપવામા આવી હતી. શાળામા પ્રવેશ કરાવ્યો હતો. શાળાના આચાર્ય દ્વારા શાળામા ચાલતી શૈક્ષણિક કાર્યો,તેમજ વિવિધ પ્રવૃતિની માહિતી આપવામા આવી હતી,શાળામા બાળકોનો નિયમિત મોકલવા માટે વાલીઓને અનુરોધ કર્યો હતો. શાળા શિક્ષણગણ સહિત ગ્રામજનો,મહિલાઓ,વાલીઓ,યુવાનો સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.