RAJKOT : દારૂના નશામાં વાહન ચલાવી નિકળેલા 17 શખ્સો સામે ગુનો નોંધાયો
થર્ટીફર્સ્ટ પહેલાં નશામાં ધુત લોકો વાહન ચલાવી અકસ્માત સર્જતા હોય છે. ત્યારે પોલીસ પણ એકશન મોડમાં આવી ફીંક એન્ડ ડ્રાઈવ કરતાં 17 શખ્સોને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.શહેર પોલીસે મોરબી રોડ, ભગવતી પરા, રૈયા ચોકડી યુનિવર્સિટી રોડ, નાનામવા, ભાવનગર રોડ,જામનગર રોડ, નવાગામ સહીતના વિસ્તારમાં પોલીસે ઘોંસ બોલાવી નશાખોર વાહન ચાલકોને લોકઅપના દર્શન કરાવ્યા હતો.
શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને એડી.સીપી.વિધી ચૌધરીએ થર્ટીફર્સ્ટ નજીક આવતાં નશાચુર થઈ વાહનચાલકો સામે કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી શહેર પોલીસે ડ્રાઈવ હાથ ધરી હતી.જેમાં બી.ડિવીઝન પોલીસ મથકનો સ્ટાફ વાહન ચેકીંગમાં હતો. ત્યારે મોરબી રોડ વેલનાથપરા પાસે જાહેર રોડ પર હિતેષ પાલજી મકવાણા (રહે.બેડી ગામ) ભગવતીપરા મેઈન રોડ પર ઝમઝમ બેકરી પાસેથી આશુતોષ પ્રફુલ રાઠોડ (રહે.મોચી બજાર , તિલક પ્લોટ શેરી નં.3) મોરબી રોડ જકાતનાકા પાસેથી ભાવેશ લાખા કુગશીયા (રહે.ખોડિયાર પાર્ક શેરી નં.1)ને પિધેલી હાલતમાં વાહન ચલાવતા દબોચ્યા હતો.
જયારે કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે નવાગામ જવાના રસ્તા પાસેથી રાજુ લાલબહાદુર ભગત(રહે.નવાગામ) ને તેમજ ગાંધીગ્રામ પોલીસે રૈયા ચોકડી પાસેથી રફીક ઈસ્માઈલ શેખ (રહે.સદર બજાર) એરપોર્ટ રોડ છોટુનગર ચારબાઈમાંના મંદિર પાસેથી રઘુવીર રમેશ નિશાદ (રહે સોમનાથ સોસાયટી શેરીનં.2) જામનગર રોડ બજરંગવાડી ચોકી પાસેથી કિશન વિરજી ચારોલા (રહે.મનહરપુર-2)ને નશાની હાલતમાં પકડયા હતો.જયારે યુનિવર્સિટી પોલીસે રૈયાધાર પોપટ ચોકમાંથી હરેશ તુલસી વાળા (રહે.શ્યામનગર-3) ગુરૂજીનગર સરકારી કવાર્ટરની પાછળથી રોહીત જેઠા બાબરીયા (રહે.લાઈટ હાઉસ, અટલ સરોવર પાસે), યુનિવર્સિટી રોડ પર કિષ્ના સોસાયટી પાસેથી હનુમાન પ્રસાદ નાગેન્દ્ર પ્રસાદ શર્મા (રહે.રૈયાધાર સ્લમ કવાર્ટર)ને નશાની હાલતમાં પકડયા હતો. જયારે માલવિયા નગર પોલીસે નાનામવા મેઈન રોડ પરથી ચંદ્રશ ચેતન ચૌહાણ (રહે.ગૌતમનગર શેરીનં.3) ને જયારે થોરાળા પોલીસે થોરાળા મેઈન રોડ પરથી ભરત લાભુ મેર (રહે મચ્છાનગર શેરી)મયુરનગર રાજમોતી મીલ પાછળથી પ્રકાશ જીવણ અંબાડીયા (રહે.સાગર ચોક પાસે નાનામવા રોડ) રાજમોતી મીલ પાછળથી વિવેક પ્રવિણ બોરડ (રહે.કિષ્નાપાર્ક સોમાયરી શેરીનં.1) જયારે ગાંધીગ્રામ પોલીસે બજરંગવાડી ચોકીની સામે રોડ પરથી કિશન હસમુખ પાતાણી (રહે.કોઠારીયા) બાવક મોહન મકવાણા (રહે.બેડીગામ) યુનિવર્સિટી રોડ પરથી શૈલેષ નંદલાલ (રહે.ન્યારા પેટ્રોલપંપની પાછળ રૈયારોડ) અને ચુનારાવાડ ચોકમાંથી જીતેન્દ્ર દિનેશ ગોહેલ (રહે.રાધેશ્યામ સોસાયટી શેરીનં.1)ને થોરાળા પોલીસે નશામાં ચુર હાલતમાં દબોચી કાર્યવાહી કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.